તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:દેશદેવી મા મઢવાળીના દ્વાર બે માસ બાદ 11મીથી ભાવિકો માટે ખુલશે

દયાપર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માઇભક્તો શુક્રવારથી આશાપુરાના દર્શન કરી શકશે
  • વર્તમાન સ્થિતિ નજરે અતિથિગૃહ, અન્નક્ષેત્ર બંધ રખાયા

કોરોનાના પગલે બે માસ સુધી કચ્છ ધણિયાણી મા અાશાપુરાના દ્વાર ભાવિકો માટે બંધ રહ્યા બાદ શુક્રવારથી ખુલશે. જો કે, વર્તમાન સ્થિતિ નજરે અન્નક્ષેત્ર, અતિથિગૃહ બંધ રહેશે.કાતિલ મહામારીઅે કેર વર્તાવતાં કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળો ભાવિકોના દર્શન માટે બંધ કરાયા હતા, જે તા.11-6થી ખુલશે. માતાના મઢમાં મા અાશાપુરાના મંદિરના દ્વાર પણ તા.10મી અેપ્રિલથી ભાવિકો માટે બંધ કરાયા હતા, જે શુક્રવારથી ખુલશે. હાલની પરિસ્થિતિ નજરે અતિથિગૃહ અને અન્નક્ષેત્ર બંધ રહેશે અેમ માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે.

કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં નવરાત્રિનું અનેરૂ મહત્વ છે અને અાશો નવરાત્રિમાં તો દેશદેવીના દરબારમાં માથું ટેકવવા અાવતા પદયાત્રીઅોની કતાર કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળીથી લઇને છેક માતાના મઢ સુધી લાગતી હોય છે. ઉપરાંત ચૈત્રી નવરાત્રિમાં પણ લોકો માતાના દર્શનાર્થે અાવતા હોય છે. જો કે, ઇતિહાસમાં પ્રથમ વખત કોવિડ-19ના પગલે નવરાત્રિ દરમ્યાન ભાવિકો માટે મંદિરના દ્વાર બંધ કરાયા હતા. માર્ચ 2020 બાદ અેક અાશો અને બે ચૈત્રી નવરાત્રિ અેમ ત્રણ વખત નવરાત્રિ દરમ્યાન મા અાશાપુરાના દ્વાર ભાવિકો માટે બંધ રાખવામાં અાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...