તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:લખપતના BRC કો-ઓર્ડિનેટરે 100 ઈ-સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યા

દયાપર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાકાળમાં ઓનલાઇન પરીક્ષાઓ આપી

કોરોના મહામારીને કારણે પ્રાથમિક શાળાઓથી માંડીને કોલેજો સહિતમાં શૈક્ષણિક કાર્ય બંધ છે તેમજ પરીક્ષાઓ પણ મોકૂફ રાખવાની ફરજ પડી છે અને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા છે ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે સરહદી તાલુકાના બી.આર.સી. જે.ડી. મહેશ્વરીએ વિવિધ ક્ષેત્રોમાં ઓનલાઇન પરીક્ષા આપી અલગ-અલગ સર્ટીફીકેટ પ્રાપ્ત કર્યા છે.

તેમણે જણાવ્યું હતું કે કોરોના અને લોકડાઉન જેવી કપરી પરિસ્થિતિને લઈને અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે આવા સમયનો સદુપયોગ કરીને વિવિધ પરીક્ષા આપવાની સાથે ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેબિનારમાં પણ ઓનલાઇન જોડાઈને ભાગ લીધો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોને મોબાઇલ એપ્લિકેશન દ્વારા શિક્ષણ કાર્ય અંગે માર્ગદર્શન આપ્યું હતું.

તેઓ સ્થાનિક વતની હોવાના કારણે પણ છેવાડાના વિસ્તારના લોકોમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિનો અભાવ છે ત્યારે દરેક વાલી પોતાના બાળકને વધુમાં વધુ શિક્ષણ આપે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.

અન્ય સમાચારો પણ છે...