તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસી લેવામાં બેદારકારી:દયાપરમાં લોકો સાથે તંત્રની બેઠક

દયાપર6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માસ્ક પહેરવા, સામાજિક અંતરનું પાલન કરવા તાકીદ

કચ્છમાં કોરોનાના કેસો તેજ ગતિએ વધી રહ્યા છે અને આરોગ્ય તંત્રએ પણ રસીકરણ માટે કમર કસી છે ત્યારે લખપત તાલુકામાં રસીકરણ મુદ્દે નિષ્કાળજી જોવા મળતાં આરોગ્ય તંત્રએ તાકીદની બેઠક બોલાવી હતી. લખપત તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા લાંબા સમયથી રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે તેમ છતાં લોકો આ મુદ્દે ઉદાસીન છે. તા.4-4, રવિવારના દયાપર તાલુકા પંચાયતના સભાખંડ ખાતે મામલતદારના અધ્યક્ષસ્થાને મળેલી વિવિધ સમાજના અગ્રણીઓની બેઠકમાં 45 વર્ષથી ઉપરની વય ધરાવતા તમામ લોકોને અચુક રસી મુકાવવા અનુરોધ કરાયો હતો.

મામલતદાર અનિલ એન. સોલંકીએ ઉપસ્થિત અગ્રણીઓને કહ્યું હતું કે, તાલુકામાં હજુ ઘણા લોકો કોરોનાની રસી મુકાવતા નથી. દરેક સેન્ટર પર ચાર દિવસ સુધી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા રસી આપવામાં આવશે. બેઠકમાં દયાપર ગ્રામપંચાયતના સરપંચ ભવાનભાઇ પટેલ, દિલીપ જણસારી, અનિલ સોની, પુનિત ગોસ્વામી, ફકીરમામદભાઇ, પ્રશાંત જોષી, રમેશ વી. શાહ સહિત વિવિધ સમાજના લોકો હાજર રહ્યા હતા.

તાલુકાના અગ્રણીઓ જ રસી લેવામાં ઉદાસીન
લખપત તાલુકામાં કોરોના વિરોધી રસીકરણની કામગીરી ચાલી રહી છે પરંતુ નવાઇની વાત એ છે કે, તાલુકાના અગ્રણીઓએ જ હજુ સુધી કોરોનાની રસી મુકાવી નથી. જો તાલુકાના આગેવાનો જ રસી મુકાવતા ન હોય તો
સામાન્ય લોકો કેવી રીતે મુકાવશે તે એક પ્રશ્ન છે. આગેવાનો રસી લે તે ઇચ્છનીય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો