તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંદાજપત્ર બહાલ:લખપતમાં વિકાસ કામો માટે પૂરતાં નાણા ફાળવાશે

દયાપર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તાલુકા પંચાયતની સામાન્ય સભામાં 24.85 કરોડની પુરાંત વાળું બજેટ મંજૂર
 • પશુપાલન, શિક્ષણ, ખેતીવાડી ક્ષેત્ર આવરાયા

દયાપર ખાતે યોજાયેલી કોંગ્રેસ શાસિત લખપત તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં વર્ષ 21/22 માટે 24.85 કરોડની પુરાંતવાળું અંદાજપત્ર સર્વાનુમતે બહાલ કરાયું હતું. આ તકે પ્રમુખે વિકાસ કામો આગળ ધપાવવાની નેમ વ્યક્ત કરી હતી.તાલુકા પંચાયતના અધ્યક્ષ જેનાબેન હસન પડ્યારે પંચાયતનું સ્વભંડોળ હાલે ખાધમાં હોવાનું કહેતાં સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો હતો. વર્ષ 20/21નું સુધારેલું અને 21/22નું 24.85 કરોડની પુરાંત સાથેનું અંદાજપત્ર રજૂ કરાયું હતું જેમાં શિક્ષણ, સમાજ કલ્યાણ, કુદરતી આફત, ખેતીવાડી તેમજ પશુ પાલન સહિતના ક્ષેત્રે થનારા ખર્ચની જોગવાઇ દર્શાવાઇ હતી.

આરંભે તાલુકા વિકાસ અધિકારી વજેરાજસિંહ પરમારે આવકાર આપ્યો હતો. વિપક્ષી નેતા રાજુભાઇ સરદારે લોક સુખાકારી માટે સાથે રહેશું તેમ જણાવ્યું હતું.ઉપ્પરમુખ સમરતદાન ગઢવી, કારોબારી ચેરમેન દિનેશ સથવારા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કેસરબેન મહેશ્વરી, મામદ જુંગ, કરીમાબાઇ રાયમા, સારાબાઇ કુંભાર, કાસમ જત, હેમેન્દ્ર જણસારી, હાસમ મંઘરા સહિતના સદસ્યો હાજર રહ્યા હતા જ્યારે ભાજપના પ્રફુલ પટેલ ગેરહાજર રહ્યા હતા. ભાણજીભા સોઢા, અનિલ ઠક્કર, હિતેશ જોશી, વિમળાબેન ભોઇઆ, તેજલબેન વાઘેલા સહિતના કર્મચારીઓ ઉ પસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો