રજૂઆત:લખપત તાલુકામાં બંધ કરાયેલી એસ.ટી. સેવા પુન: કાર્યરત કરો

દયાપર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયતના સદસ્યઅે ડેપો મેનેજરને કરી રજૂઅાત

કોરોનાના પગલે બંધ કરાયેલી લખપત તાલુકાને જોડતી અેસ.ટી. સેવા પુન: શરૂ કરવા માંગ ઉઠી રહી છે. આ બસ બંધ રહેતા આજુબાજુના ગામલોકોને ભારે હાલાકી વેઠવી પડે છે અને ખાનગી વાહન ચાલકો તકનો લાભ લઇ અને બમણા ભાડા વસુલી રહ્યા છે.

કચ્છમાં કોરોનાના કેસ વધતા વિશેષ પ્રતિબંધો સાથે અમુક ગામડાઅો દ્વારા પણ સ્વૈચ્છિક લોકડાઉન અમલી બનાવાયું હતું. મહામારીનું સંક્રમણ ટાળવા માટે લોકોઅે અવર-જવર કરવાનું બંધ કરી દીધું હતું, જેના પગલે અેસ.ટી. તંત્ર દ્વારા પણ જિલ્લાના અમુક રૂટ બંધ કરી દેવાયા હતા. વર્તમાન સમયે કોરોના કેસમાં મહદઅંશે ઘટાડો થયો છે અને તંત્ર દ્વારા પણ પ્રતિબંધોમાં વિશેષ છૂટછાટ અપાઇ છે ત્યારે લખપત તાલુકામાં લાંબા સમયથી બંધ અેસ.ટી. સેવા પુન: શરૂ કરવા માંગ તેજ બની છે. અેસ.ટી.ના અભાવે લોકોને નાછૂટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ખાનગી વાહનોના ભાડા પણ અાર્થિક રીતે નબળા લોકોને પોષાય તેમ નથી. જિલ્લા મથક ભુજ અાવવા લખપત તાલુકામાંથી અાવતી અેસ.ટી. બસ અને ભુજથી બપોર 3 વાગ્યા બાદ લખપત તાલુકામાં જતી તમામ બસો બંધ કરી દેવાઇ છે, જે પુન: શરૂ કરવા જિલ્લા પંચાયત પાનધ્રો બેઠકના સદસ્ય મીનાબા દેશુભા જાડેજાઅે ડેપો મેનેજર સમક્ષ લેખિત રજૂઅાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...