તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છમાં આગના બે બનાવ:લખપત તાલુકામાં સતત બીજા દિવસે આગનો બીજો બનાવ, સામખિયાળી પાસે ખાનગી કંપનીના ખુલ્લા પ્લોટમાં આગ : કોઇ મોટી નુકસાની ન થઇ હોવાનો દાવો

દયાપર19 દિવસ પહેલા
 • કૉપી લિંક

શુક્રવારે લખપત તાલુકાના ગુનેરી નજીકના સીમાડામાં જર્જરીત વીજ વાયર તુટી જવાથી આગનો બનાવ બન્યો હતો, બીજા દિવસે શનિવારે તાલુકાના સાન્ધ્રોવાંઢ વિસ્તારના સીમાડામાં લાગેલી આગને કારણે આ વિસ્તારમાં 30 એકર જેટલી જમીનમાં ઘાસ તેમજ વૃક્ષ બળીને ખાખ થઇ ગયા હતા. લખપત તાલુકાના સાન્ધ્રોના જત જકરીયા હાજી નુરમામદે જણાવ્યું હતું કે,

આગ લાગવા પાછળનું કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ આગની જાણ લોકોને થતા ગામના યુવાનો આગ બુઝાવવા માટે દોડી ગયા હતા. આગના બનાવને લઇને પાન્ધ્રો ખાતેની લિગ્નાઇટ વીજ થર્મલ પાવર પ્રોજેકટમાં જાણ કરાતા ત્યાંથી આગ બુઝાવવા માટે પાણીનો બંબો આવી પહોંચતા આગને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવાયો હતો. દોઢથી બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો.

સામખિયાળી પાસે ખાનગી કંપનીના ખુલ્લા પ્લોટમાં આગ : કોઇ મોટી નુકસાની ન થઇ હોવાનો દાવો
સામખિયાળી મોરબી હાઇવે પર આવેલી અજન્તા કંપનીમાં ઓરેવા બાઈક પ્લાન પાસેના ખુલ્લા પ્લોટ આગ ભભૂકી ઉઠી હતી. કંપની દ્વારા ભચાઉ નગર પલિકા અને ગેલ ઇન્ડિયાના ફાયર વિભાગને જાણ કરતા આગ પર કાબુ મેળવી લેવાયો હતો. જો કે, કંપનીમાં કોઈ નુકસાન થયું ના હતું.

આ બાબતે કંપનીએ જણાવ્યું હતું કે કંપનીની બાજુમાં આવેલ ખેતરોમાં ખેડૂતો દ્વારા કચરો સળગાવાતા તેનું તણખલું ઉડીને કંપનીમાં ખુલી જગ્યામાં પડતા તેમાં વરસાદ માં ઉગી આવેલા ઘાસમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. જો કે સ્થાનિક લોકોની સમયસુચકતાથી કંપનીમાં કોઈ જાતનું નુકશાન થયું ન હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો