ચીમકી:હિજાબ પરથી અનુચિત ટિપ્પણી થતા લખપત ‘આપ’ના પ્રમુખનું રાજીનામું

દયાપર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિન્દુત્વને બદનામ કરવામાં આવતા કાર્યવાહીની ચીમકી આપી
  • વોટ્સએપમાં મૌલાનાએ કરેલી કૉમેન્ટથી થયા નારાજ

લખપત તાલુકામાં પાંચ માસ પહેલા આમ આદમી પાર્ટીના પ્રમુખ બનેલા શંકરદાન ગઢવીએ હોદા પરથી રાજીનામું આપી દેતા ભારે ચકચાર મચી ગઇ છે.પોતાના સોશ્યલ મીડિયામાં વિડિઓના માધ્યમથી આપેલા રાજીનામામા તેમણે જણાવ્યું હતું કે,છેલ્લા કેટલાક દિવસોથી પાર્ટીના એક વિધર્મી કાર્યકર દ્વારા વારંવાર હિન્દૂ ધર્મને નુકશાનકારક તેમજ કાયદો અને શાંતિ ભંગ થાય,આપશી વેરઝેર થાય તેવા વિડિઓ સોશ્યલ મીડિયામાં મોકલી વર્ગવિગ્રહ ફેલાવવામાં આવે છે.

એક હિન્દૂ છોકરી રૂ.300 માં બુરખો પહેરે છે તેવો મેસેજ કરી હિન્દુત્વને બદનામ કરતી ધમકીઓ અને વિડિઓ મેસેજના કારણે પોતાના સ્વમાનને ઠેસ પહોંચી હોવાથી રાજીનામું આપી દીધું છે.પોતાના સ્વમાન અને હિંદુ ધર્મ ખાતર પોતે પાર્ટીના પ્રમુખ તરીકે રહી શકે તેમ ન હોવાથી રાજીનામું આપી રહ્યા હોવાનું વિડીઓમાં જણાવ્યું હતું.આક્ષેપ સાથે વધુમાં શંકરદાને કહ્યું કે,જે વ્યક્તિ આવી રીતે હિન્દૂ યુવતીને ઉતારી પાડવાની ચેસ્ટા કરે છે તેને લઈને આગામી દિવસોમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.અલબત્ત હજી સુધી તેઓએ લેખિતમાં રાજીનામુ જિલ્લા કક્ષાએ આપ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...