તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંજા માટે પડ્યા પર પાટુ:લખપત અને અબડાસા કોંગ્રેસના લઘુમતી હોદેદારોના નારાજીનામા

દયાપર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેટાચૂંટણીની હારનો ટોપલો ઢોળી દેવાતા રોષ
  • લખપત અને અબડાસા તાલુકા કોંગ્રેસના પ્રમુખ તથા લઘુમતી સેલના પ્રમુખ સહિત ત્રણે રાજીનામા ધર્યા

કચ્છમાં હજુ પણ કોંગ્રેસ અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીની ભૂંડી હારમાંથી બહાર આવી ન હોય તેમ એક પછી એક રાજીનામા પડી રહ્યાં છે. તો વિધાનસભાની હારનો ઠિકરો કેટલાક નેતાઓએ લઘુમતી હોદેદાર પર ફોડતા પક્ષમાં નારાજગી ફેલાઇ છે. ખાસ કરીને લઘુમતી હોદેદારોએતો રાજીનામા આપવાના શરૂ કરી દીધા છે. લખપત અને અબડાસા તાલુકા કોંગ્રેસના ત્રણ હોદેદારોએ રાજીનામા આપી દીધા છે.

લખપતા તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તથા લઘુમતી સેલના પ્રમુખે પોતાના રાજીનામા પક્ષને મોકલી દીધા છે. આ અંગે મળતી વિગતો મુજબ કોંગ્રેસની પરંપરાગત ગણાતી અબડાસા વિધાનસભા સીટ પર ભાજપની જંગી લીડથી જીત થઇ હતી. કોંગ્રેસના ગઢ ગણાતા લખપત તાલુકામાં પણ ભાજપને સરસાઇ મળી હતી. તેવામાં હવે લખપત તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાસમ નોતિયારે વિધાનસભામાં પક્ષની થયેલી હારની જવાબદારી તથા પોતાની નાદુરસ્ત તબિયતનું કારણ આપી રાજીનામુ ધરી દીધુ છે. તો બીજીબાજુ લખપત તાલુકા લઘુમતી સેલના પ્રમુખ રાયમા આદમ જુમાએ પણ પોતાનું રાજીનામુ જિલ્લા પક્ષ પ્રમુખને મોકલી દીધું હતું.

પક્ષમાં લેભાગુ આગેવાનોની નીતિરીતિથી કંટાળીને તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખની સાથે પોતે રાજીનામુ આપતા હોવાનો ઉલ્લેખ પત્રમાં કર્યો હતો. તો અબડાસા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઇકબાલ હાજી અબ્દુલ્લા મંધરાએ પણ રાજીનામુ આપવાની સાથે ગંભીર આક્ષેપો કર્યા હતાં. જિલ્લાના પ્રભારીઓ તથા બની બેઠેલા આગેવાનોએ હારનો ટોપલો લઘુમતીના જવાબદાર આગેવાનો પર ઢોળવામાં આવતા નારાજગી વ્યક્ત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો