તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:રાજકોટ-ના. સરોવર વચ્ચે અેસી-સ્લીપર બસ શરૂ

દયાપર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભાડુ મોંઘું હોતાં સાદી બસ શરૂ થાય તે પણ જરૂરી

કચ્છના છેવાડે અાવેલા તાલુકાઅોમાં હાલની તારીખે પણ જરૂરી રૂટ પર અેસટી બસોની ઘટ છે. ખાસ કરીને રાત્રીના બસો ન બરાબર છે. તેવામાં અેસટી તંત્ર દ્વારા રાજકોટ-નારાયણ સરોવર વચ્ચે અેસી- સ્લીપર બસ શરૂ કરાઇ છે. જેનાથી અહીંના લોકોને ફાયદો જરૂર થશે પરંતુ બસનું ભાડુ વધારે હોવાથી સામાન્ય લોકો અા બસનો લાભ લઇ શકે તેમ નહીં હોય !

અા અંગે મળતી વિગતો મુજબ છેવાડે અાવેલા પ્રસિદ્ધ તીર્થધામ નારાયણ સરોવરથી છેલ્લે બસ સાંજે 6.30 વાગ્યે છે. ત્યારબાદ કોઇ બસ નથી. તેવામાં અહીં રાત્રે અેક લાંબા અંતરની બસની માગણી છે. તેવામાં અેસટી દ્વારા રાજકોટ-નારાયણ સરોવર વચ્ચે અેસટી સ્લીપર બસ શરૂ કરાઇ છે.

રાજકોટથી અા બસ રાત્રીના 8 વાગ્યે ઉપડી સવારે 5.30 વાગ્યે ના.સરોવર પહોંચશે. તો અા બસ ના.સરોવરથી સાંજે 6 વાગ્યે ઉપડી રાત્રીના 3.30 વાગ્યે રાજકોટ પહોંચશે. રાજકોટ-ના.સરોવર વચ્ચે રૂા. 655નું ભાડુ વસુલવામાં અાવશે. અામ સામાન્ય નાગરિકો અાટલુ ભાડુ ચૂકવીને મુસાફરી કરી શકે તેમ નથી. તેથી અેસટી દ્વારા અેક્સપ્રેસ અથવા ગુર્જર નગરી બસ પણ કરાય , જેથી સામાન્ય લોકો તેનો લાભ લઇ શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો