રજૂઆત:પશ્ચિમ કચ્છના ગામોમાં પાણી-ઘાસચારો આપો

દયાપરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ CMને કરી રજૂઆત

લખપત અને અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પીવા માટે પાણી અને પશુઓ માટે ઘાસચારાની તંગી વર્તાઇ રહી છે. આ સ્થિતિએ હિજરત થતી રોકવા પેયજળ અને ચારાની તાત્કાલિક વ્યવસ્થા ગોઠવવા મુખ્યમંત્રી સમક્ષ માગ કરાઇ છે.

મોટા પ્રમાણમાં પશુધન ધરાવતા લખપત તાલુકામાં કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણી અને ઘાસચારાની વિકટ હાલતનો ગ્રામજનો સામનો કરી રહ્યા છે. જળાશયો ખાલી થઇ ગયાં છે. ગોધાતડ ડેમનું પાણી ખારૂં થઇ ગયું છે. આ સંજોગોમાં તાત્કાલિક નર્મદાની લાઇનમાં જોડાણ આપવામાં આવે તો સમસ્યા કાયમી ધોરણે હલ થઇ શકે તેમ છે.

લખપત પંથકના 250 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં પેયજળ અને ઘાસચારાનું સંકટ સર્જાયું છે તેને જોતાં આગામી સમયમાં લોકો હિજરત કરી જશે તેવી ભીતિ છે તેમ જણાવતાં લખપત તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પી. સી. ગઢવીએ ઉમેર્યું હતું કે, વન વિભાગના ગોદામોમાં કરોડો રૂપિયાનું ઘાસ સંગ્રહિત છે. કંપનીઓ પણ સમાજિક જવાબદારીના ભાગ રૂપે આગળ આવે તો પ્રશ્ન ઉકેલવામાં રાહત થાય તેમ છે. પાણી પુરવઠા કચેરીઓમાં કંટ્રોલ રૂમ શરૂ કરવા, નિયમિત સ્ટાફ અને લાઇનમેન રાખવા, વિદ્યુત સમારકામ કરતી ટીમો માટે વાહનો વધારવા સહિતની માગ પણ તેમણે મુખ્યમંત્રી સમક્ષ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...