તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:‘ગુનેરી પાસે ડેમમાંથી ખાનગી કંપની દ્વારા ગેરકાયદે માટી ઉપાડાઇ’

દયાપર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દયાપર પોલીસ સ્ટેશનમાં આક્ષેપ સાથે કરાઇ રજૂઆત

લખપત તાલુકાના ગુનેરી પાસે લોક ભાગીદારી સાથે બનેલા ચેકડેમમાંથી ખાનગી કંપની દ્વારા ગેરકાયદે માટી ઉપાડીને ડેમને નુક્સાન પહોંચાડાયું છે તેવા આક્ષેપ સાથે દયાપર પોલીસ મથકે કરાયેલી રજૂઆતમાં યોગ્ય તપાસ કરવાની માગ કરાઇ હતી.

ગામ પાસે થોડા સમય અગાઉ સરદાર પટેળ જળ સંચય યોજના અંતર્ગત લોક ભાગીદારી સાથે ચેકડેમ બનાવાયો હતો. સ્થાનિકે કાર્યરત એમ.કે.સી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા આ ડેમને નુક્સાન પહોંચે તેવી રીતે માટીનો ઉપાડ કરવામાં આવ્યો હતો. ગેરકાયદે કાઢવામાં આવેલી માટીનો ઉપયોગ રણમાં ચાલતા કામ માટે કરવામાં આવ્યો છે. રોયલ્ટી ચોરી સાથે માટી ઉલેચી લેનારી કંપનીએ ડેમમાં એકમાત્ર સિમેન્ટના ઓગનને બાદ કરતાં મોટું નુક્સાન પહોંચાડ્યું છે તેવા આક્ષેપ સાથેની રજૂઆત દયાપરના પીએસઆઇ સમક્ષ કરતાં ગુનેરીના ગજેન્દ્રસિંહ જાલુભા જાડેજાએ આ મામલે યોગ્ય તપાસની માગ કરી હતી. પોલીસ ઉપરાંત સિંચાઇ વિભાગથી માંડી સીએમ સુધી આ રજૂઆત અરજદારે પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...