પરીક્ષા:દયાપરમાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા યોજાઇ

દયાપર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

લખપત તાલુકાના દયાપર ખાતેની સારસ્વત સંચાલિત હાઇસ્કુલ ખાતેના કેન્દ્રમાં રવિવારે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા લેવાઇ હતી. જેમાં તાલુકાના કુલ્લ 132 પૈકી 106 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 26 છાત્રો ગેરહાજર રહ્યા હતા.

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરિક્ષા ગત વર્ષે કોરોના મહામારીને કારણે રદ કરવામાં આવી હતી. જે પરીક્ષા ચાલુ વર્ષે રવિવારે રાજ્ય તેમજ જિલ્લાની સાથે લખપત તાલુકામાં યોજાઇ હતી. જે અંતર્ગત અહીંની સારસ્વત સંચાલિત હાઈસ્કુલ ખાસેના કેન્દ્રમાં લેવાયેલ પરીક્ષાને લઇને સરકારી પ્રતિનિધિ પી.આર.પટેલે જણાવ્યું હતું કે તાલુકાની જુદી જુદી શાળામાં અભ્યાસના ધો.6 ના નોંધાયેલ કુલ 125 વિદ્યાર્થીઓ પૈકી 106 બાળકોએ પરીક્ષા આપી હતી. જ્યારે માધ્યમિકના ધો.9 ના નોંધાયેલ કુલ્લ 7 વિદ્યાર્થી પૈકી એક પણ બાળક હાજર ન હોતા અહીંના કેન્દ્ર ખાતે કુલ્લ 132 માંથી 106 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જ્યારે 26 બાળકો ગેર હાજર રહ્યા હતા.

રવિવારે અહીંની હાઇસ્કુલ ખાતે યોજાયેલા આ પરિક્ષા માટેની કામગીરીમાં કે.બી.ગઢવી, ઇકબાલ સાટી સહિત 8 બ્લોબમાં સુપરવાઇઝર સ્ટાફ તેમજ આરોગ્ય સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...