ગ્રામ્ય વિસ્તારના મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો:લખપત તાલુકામાં જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની બેઠક પર શાંતિપૂર્ણ 78.10 ટકા મતદાન

દયાપરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખપત તાલુકામાં મતદાન માટે કતારમાં ઉભેલા નાગરિકો તસવીરમાં નજરે પડે છે. - Divya Bhaskar
લખપત તાલુકામાં મતદાન માટે કતારમાં ઉભેલા નાગરિકો તસવીરમાં નજરે પડે છે.
  • કોંગ્રેસ-ભાજપના આગેવાનોએ ચૂંટણીમાં જીતના દાવા કર્યા

લખપત તાલુકામાં જિલ્લા પંચાયતની 2 બેઠક અને તાલુકા પંચાયતની 16 બેઠક પર યોજાયેલી ચૂંટણીના મતદાનમાં સાંજે 6 વાગ્યા સુધી 78.10 ટકા જેટલું ભારે મતદાન થયું હતું. શાંતિપૂર્વક થયેલા મતદાનને લઈને વહીવટીતંત્રમાં હાશકારો ફેલાયો હતો. સવારથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તાલુકા મથક દયાપર ખાતે વહેલી સવારથી જ લોકોના ટોળા ઉમટયા હતા અને 70.97 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે તાલુકામાં સૌથી વધુ મતદાન લાખાપર તા.પં.ની સીટ પર 89.71 ટકા અને સૌથી ઓછું મતદાન પાન્ધ્રો સીટ-2માં 42.25 ટકા થયું હતું.

બરંદામાં 2897 પૈકી 2505 જેટલા લોકોએ મતદાન કર્યું હતું. ભાડરામાં 75.58 ટકા, માતાના મઢમાં 82.5 ટકા, મિંઢીંયારીમાં 86.12 ટકા મતદાન નોંધાયું હતું. તાલુકામાં બપોરે 1 વાગ્યા સુધી 50.87 ટકા જેટલું મતદાન થયા બાદ 5 વાગ્યા સુધીમાં 74.63 ટકા થયું હતું.જોકે છે એક કલાકમાં 4 ટકા ઉમેરાતા છેલ્લે 78.10% મતદાન થયું હતું. જે ગત 2015ની ચૂંટણી કરતા એક ટકો મતદાન ઓછું છે.

તાલુકાના મેઘપરમાં 350, ખોડીવાંઢમાં 450, હરોડામાં 600, માતાના મઢમાં 1156, કોટડા મઢમાં 1190, છેર નાની-મોટીમાં 911, લખપતમાં 493 જેટલા લોકોએ મતદાન કર્યું હતું. તાલુકાના ઘડુલી તેમજ વિરાણીમાં બે પાટીદાર ઉમેદવારો સામસામે હોવાથી બહારથી પણ મોટી સંખ્યામાં બંને પક્ષના પટેલ સમાજના લોકો મતદાન માટે આવ્યા હતા. તાલુકાના કોંગ્રેસ અને ભાજપના આગેવાનોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતના દાવા કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...