તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:પાકમાં થયેલા નુકસાન બદલ ખેડૂતોને સહાય ચુકવો

દયાપર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અમીયા ગામના રહેવાસીએ લેખિત રજૂઆત કરી

લખપત તાલુકામાં થોડા સમય અગાઉ પડેલા કમોસમી પાછોતરા વરસાદને કારણે અનેક ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલા પાક નિષ્ફળ જતા ખેડુતોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તેથી આવા ધરતીપુત્રોને પાકમાં નુકસાની બદલ વહેલી તકે સહાયની રકમ ચૂકવવા માટે માંગની લેખિત રજૂઆત અમીયા ગામના રતનસિંહ હરિસંગ રાઠોડે મુખ્યમંત્રીને કરી છે.

જેમાં જણાવ્યું હતું કે ગત ચોમાસામાં કચ્છ સહિત લખપત તાલુકામાં થયેલા પાછોતરા ભારે વરસાદને કારણે અને ખેડૂતોના વાડી-ખેતરોમાં મોટા પ્રમાણમાં નુકશાની થઇ છે. જે તે વખતે કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ભારે વરસાદથી થયેલા પાકોમાં નુકસાનીની સહાય મેળવવા માટે જાહેરનામું બહાર પાડી વળતર માટેની અરજીઓ પણ મંગાવવામાં આવી હતી ત્યારે લખપત તાલુકામાં ગ્રામ સેવકો પાસે ખેડૂતોએ અરજી પણ જમા કરાવી છે. જેમાં અમુક ખેડૂતોને નુકસાની વળતર મળ્યું હોવાનું જણાવી ઉમેર્યું હતું કે અમુક ખેડૂતોને સરકારી બેંકો એકત્રીકરણ થવાના કારણે હજી સુધી વળતર અરજીઓની પ્રક્રિયા પૂર્ણ ન થતાં સહાય મળી નથી. તેવા ખેડૂતોને વહેલી તકે સહાય ચૂકવવામાં માટેની માંગ કરાઇ છે. આ અંગેની લેખિત રજૂઆત લખપત તાલુકા પંચાયત કચેરી ખાતે પણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો