માતાના મઢનો મહિમા છે અનેરો:પ્રથમ નવરાત્રિએ 30 હજારથી વધુ માઇ ભક્તોએ કર્યા દેશ દેવીના દર્શન

દયાપર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે ચૈત્ર અને એક આસો નવરાત્રિ મંદિર બંધ રહ્યા બાદ ચાલુ વર્ષે યાત્રિકોમાં બમણો ઉત્સાહ દેખાયો
  • જોકે 2019ની સરખામણીએ યાત્રિકોની સંખ્યામાં નોંધાયો ઘટાડો : છેલ્લા ચારેક દિવસમાં 60 હજાર જેટલા ભાવિકોએ આશાપુરા માના દર્શન કર્યા

નવરાત્રિનો ગુરુવારે પ્રારંભ થતાં જ કચ્છના પ્રસિધ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે પ્રથમ નોરતે 30 હજાર કરતા પણ વધુ ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યા હતા. છેલ્લા ચારેક દિવસમાં અંદાજે 60 હજાર જેટલા ભાવિકોએ માતાજીના દર્શન કરી લીધા છે. જોકે કોરોનાને લીધે વર્ષ 2019ની સરખામણીઅે યાત્રીકોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. માતાના મઢ ગુરુવારે પ્રથમ નોરતે માનવ મહેરામણથી ઉભરાયું હતું. તો બીજી તરફ માતાનામઢથી રવાપર સુધી ખાનગી વાહનો તેમજ પદયાત્રીકોની પણ લાંબી કતાર લાગી હતી. ગુરૂવારે પ્રથમ નોરતે અહીં અંદાજે 30 હજાર કરતા પણ વધુ ભાવિકોએ દર્શન કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે શ્રાધ્ધ પક્ષના છેલ્લા ત્રણ ચાર દિવસથી જ અહી ભાવિકોનું આગમન શરૂ થઇ જતું હોય છે. અને તે સતત ત્રીજા-ચોથા નોરતા સુધી અવિરત યાત્રિકોનો પ્રવાહ ચાલુ રહે તો હોય છે. તો બીજી તરફ હાલમાં કોરોના મહામારીને લઇને ભલે અહી મેળો રદ કરાયો છે. પરંતુ કચ્છ- ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો મતાજીના મંદિર દર્શનાર્થી ભાવિકો માટે ખુલ્લું રહેતા હજારોની સંખ્યામાં ભક્તો અાવી રહ્યા છે. કોરોનાને લઇને ગત વર્ષે આસો નવરાત્રી તેમજ બે ચૈત્ર નવરાત્રિમાં દર્શન માટે બંધ રાખવામાં આવ્યું હતું. આ વર્ષે મંદિર ભાવિકો માટે ખુલ્લુ રાખવામાં આવ્યું છે.

જેના પગલે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ સામાન્ય રીતે શ્રાધ્ધ પક્ષના પાછલા ત્રણેક દિવસથી પહેલા નોરતા સુધી અંદાજે સવા લાખ કરતા પણ વધુ યાત્રિકો અહી આવતા હોય છે. તેની સરખામણીમાં આ વરસે પ્રથમ નોરતા સુધી 60 હજાર જેઠલા ભાવિકો અહી આવ્યા છે. આ વર્ષે પદયાત્રિકો કરતા ખાનગી વાહનો દ્વારા આવનારા લોકોની સંખ્યા વધુ હોવાનું જોવા મળ્યું હતું. ગુરુવારે પ્રથમ નોરતે માતાજીના દર્શન માટે મંદિરમાં યાત્રીકોની લાઇનો લાગી હતી. ભક્તોઅે શાંતિ પૂર્વક દર્શન કર્યા હતા. આગામી શનિ-રવિના રજાના દિવસે યાત્રિકોની સંખ્યા વધે તેવું પણ લાગી રહ્યું છે.

યાત્રિકો માટે એસટીની બસો કરાઇ તૈનાત : કંટ્રોલ પોઇન્ટ સુધી ફ્રી સેવા
માતાનામઢ ખાતે આવી રહેલા યાત્રિકો તેમજ પદયાત્રિકોને લઇને એસટી તંત્ર દ્વારા માતના મઢ ખાતે બુધવારથી અેસટી વિભાગ દ્વારા કંટ્રોલ પોઇન્ટ શરૂ કરવામાં આવ્યું છે. જેથી પગપાળા આવેલા યાત્રિકોને પરત જવામાં મુશ્કેલી ન સર્જાય. મઢથી એકાદ કિ.મી.ના અંતરે રવાપર તરફ જતા હાઇવે માર્ગ પર ઉભા રવામાં આવેલા કંટ્રોલ પોઇન્ટ પરથી ભુજ, નલિયા, રાપર, માંડવી સહિતના જિલ્લાને સાંકળતા તાલુકામાં પુરતા પ્રમાણમાં પ્રવાસીઓ થઇ જતા એસટી બસો રવાના કરવામાં આવી રહી છે. હાલમાં અહીંથી પરત જનાર યાત્રિકો માટે આ સેવા ચાલુ કરવામાં આવી છે. આ વખતે એસટી તંત્રના મઢથી એક કિ.મી.ના અંતરે ઉભા કરવામાં આવેલ કંટ્રોલ પોઇન્ટ સુધી પહોંચવા પદયાત્રિકોને સરળતા રહે તે માટે તંત્ર દ્વારા મઢમાં હાઇવે માર્ગ પરના એસટી બસ સ્ટોપથી એસટી કંટ્રોલ પોઇન્ટ સુધી જવા માટે ફ્રી સેવા શરૂ કરી છ.ે

અન્ય સમાચારો પણ છે...