તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટિસ:પાન્ધ્રોના સોનલનગરમાં 40 દબાણકારોને ગ્રામ પંચાયત દ્વારા ફટકારાઇ નોટિસ

દયાપર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ પૂર્વે 100 જેટલી નોટિસ બાદ વધુ કાર્યવાહીથી ફફડાટ
  • સાત દિવસમાં સ્વેચ્છાએ દબાણ દૂર નહીં થાય તો તોડી પડાશે

લખપતની પાન્ધ્રો જૂથ ગ્રામ પંચાયત દ્વારા બે દિવસ પહેલાં ગૌચર પર થયેલા 100 જેટલા દબાણો દૂર કરવાની નોટિસ આપવામાં આવી હતી. આ કાર્યવાહીને આગળ ધપાવતાં શુક્રવારે સોનલ નગરના રહેણાક વિસ્તારમાં 40 દબાણકારોને સાત દિવસની મહેતલ સાથે સ્વેચ્છાએ ગેરકાયદે બાંધકામ દૂર કરવા નોટિસ ફટકારાઇ હતી. આ ઉપરાંત 10 ખેતી વાડી સાથે સંકળાયેલા દબાણકર્તા હાજર ન હોતાં નોટિસની બજવણી થઇ શકી ન હતી.

મંગળવારે ગ્રામ પંચાયતે પોલીસને સાથે રાખીને વર્મા નગર ગેટ વિસ્તારમાં ગૌચર જમીન પર થયેલા 100 જેટલા કાચા-પાકા દબાણોને હટાવવા નોટિસ આપ્યા બાદ શુક્રવારે સોનલ નગરમાં 40 નોટિસની બજવણી કરી હોવાનું તલાટી સુનિલ વોરાએ જણાવ્યું હતું. ગાૈચર જમીન પર 10 જેટલા દબાણ કરાયા છે પણ તેના માલિકો હાજર ન હોતાં નોટિસ બજવી શકાઇ ન હોવાનું તેમણે ઉમેર્યું હતું. ગ્રામ પંચાયતના તેવરને જોઇને દબાણકારોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. સપ્તાહમાં સ્વેચ્છાએ દબાણો નહીં હટાવાય તો ગ્રામ પંચાયત તેને દૂર કરશે તેમ નોટિસમાં જણાવાયું હતું. આ કામગીરીમાં સરપંચ ભગવતીબેન સોલંકી અને મહેન્દ્ર સતવારા જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...