તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ભુજથી લખપતના ગામો માટે બપોર બાદ એક પણ બસ નહીં

દયાપર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસ.ટી.ની સુવિધા ન મળતા સર્જાય છે હાલાકી

કોરોના મહામારીને કારણે ભુજથી લખપત તાલુકાના અનેક રૂટ બંધ ધરી દીધા છે અથવા ટૂંકાવી દીધા છે, જેથી બપોર બાદ દોડતી અેસ.ટી.ની બસો બંધ કરી દેવાઈ છે. પરિણામે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ઉપરાંત ઘડુલી, વર્માનગર, નારાયણ સરોવર સહિતના મુખ્ય ગામોને સાંકળતી બપોર બાદ અેક પણ બસ નથી.

ભુજથી દયાપર કે ઘડુલી, વર્માનગર અાવવા માટે બપોરના દોઢેક વાગ્યાના અરસામાં રાજકોટ-નારાયણ સરોવર અેક્સપ્રેસ બાદ બીજી કોઈપણ બસો નથી. અગાઉ બે વાગ્યે ઉપડતી ભુજ ગુનેરી, સાડા ત્રણ વાગે ઉપડતી ભુજ-નારાયણ સરોવર, પોણા ચાર વાગે ભુજથી મોટી છેર બસ પણ હાલમાં બંધ ધરી દેવાઈ છે. ભુજથી દયાપર કે ઘડુલી, વર્માનગર બપોરના ચાર વાગે માતાના મઢ સુધીની જામનગર માતાના મઢ અેક્સપ્રેસ બસ મળે છે. પરંતુ, માતાના મઢ સુધી પ્રવાસી અાવે તો માત્ર 13 કિ.મી. દૂર દયાપર કે ઘડુલી, વર્માનગર જવા કોઈ વાહન મળતું નથી. જેના કારણે લોકો કફોડી હાલતમાં મૂકાઈ ગયા છે. અેસ.ટી. વિભાગ દ્વારા બપોરના ભાગે બે અથવા અેક બસ શરૂ કરાય તો લોકોને રાહતરૂપ રહે.

અન્ય સમાચારો પણ છે...