ધરપકડ:પીએમ નરેન્દ્ર મોદીની કચ્છ મુલાકાત પૂર્વે જ, સરહદી લખપતના સિયોતની સીમમાં ઘુસી રહેલા શખ્સને લોકોએ પકડ્યો

દયાપરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પકડાયેલ આરોપી - Divya Bhaskar
પકડાયેલ આરોપી
  • મોડી સાંજે સીમાવર્તી વિસ્તારમાં ઘુસી આવેલો શખ્સ પાગલ જેવો હોવાનું જણાયું

કચ્છના સરહદી સીમાવર્તી વિસ્તાર લખપત તાલુકાના સિયોત ગામની સીમ માળામાં કરતો એક પરપ્રાંતીય જેવો શખ્સ લોકોને મોડી સાંજે નજરે પડ્યો હતો. લોકોએ પકડીને પરપ્રાંતિય જેવા શખ્સની જાણ દયાપર પોલીસને કરી હતી. મોડી સાંજે સરહદી વિસ્તારમાંથી ઝડપાયેલા આ શખ્સને લઈને અનેક પ્રકારના તર્ક વિતર્કો સર્જાયા છે. પ્રાપ્ત વિગતો મુજબ લખપત તાલુકાના સિયોત નજીકના સીમાડામાં કામ કરી રહેલા સ્થાનિક લોકોને એક અજાણ્યા જેવો શખ્સ નજરે પડતાં તરત જ તેઓ ત્યાં જઈને તેની પૂછપરછ કરી હતી. જોકે પ્રથમ તબક્કે એ શખ્સ શંકાસ્પદ જેવો લાગતો હોવાનું ગામના દેવજીભાઈ જગદીશ તેમજ મનોજભાઈ વીરજી ચાવડાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે પકડી પાડવામાં આવેલો આ શખ્સ અંગે દયાપર પોલીસ મથકે જાણ કરાઇ હતી.

બીજી તરફ આગામી બે દિવસ બાદ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેની વચ્ચે લખપત તાલુકાના સરહદી વિસ્તારના સીમમાંથી પરપ્રાંતિય જેવા શખ્સ નજરે પડતા અનેક જાતના તર્ક-વિતર્ક પણ સર્જાય છે. જોકે દયાપર પોલીસ મથકના પી.એસ.આઇ અંકુશ ગેહલોતનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, ગામ લોકો દ્વારા પકડી પાડવામાં આવેલો શખ્સને પોલીસ મથકે લઈ જવાયા છે તેમજ એ અર્ધપાગલ હોવાનું લાગી રહ્યું છે. અનેક લોકોએ જણાવ્યું હતું કે પરપ્રાંતિય જેવો હિન્દીભાષી પોતાનું નામ નિરંજન કેદારનાથ અને તે ગોરખપુરનો રહેવાસી હોવાનું લોકોને કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...