તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લખપત તાલુકાના મેઘપર, નરા, જુમારા, હરોડા, જુણાચાય, પંજાબીવાંઢ, વોણારવાંઢ વગેરે 25 જેટલા ગામોને તાલુકાના મુખ્ય મથક દયાપરથી જોડતો 24 કિલોમીટરનો માર્ગ ખુબ જ બિસ્માર છે. જેના કારણે આ વિસ્તારના લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માર્ગ અેટલો ખરાબ છે કે આ 24 કિલોમીટરનો રસ્તો કાપવા માટે ઓછામાં ઓછું 2 કલાકનો સમય લાગે છે.
સરહદી વિસ્તારના ગામડાઓના માણસોનો રોજીંદો વ્યવહાર તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે હોવાથી તેમજ આ વિસ્તારમાં એક માત્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દયાપર હોવાથી લોકોને સારવાર માટે આવવા જવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખરાબ રસ્તાના લીધે બીમાર લોકોના જીવનું જોખમ ઊભું થાય છે.
વિશેષમાં આ રસ્તા પરથી હાજીપીર દરગાહ પર આવતા શ્રદ્ધાળુઓ તેમજ પ્રવાસન સ્થળ ધોરડો પર આવતા પ્રવાસીઓ પણ અવર-જવર કરે છે. જેથી બહારથી આવતા પ્રવાસીઓને પણ મુસાફરીમાં મુશ્કેલી ઊભી થાય છે. આ રસ્તો દયાપર થી નરા છ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. અને હાલમાં છેલ્લા બે વર્ષથી આ વિસ્તારમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા પવનચક્કીની કામગીરી ચાલુ હોવાથી તેમના ભારે વાહનોની અવર જવરના કારણે રસ્તો બિસ્માર બન્યો છે. તેવામાં રમેશભાઇ અરજણભાઇ બલિયાઅે જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઅાત કરી માર્ગનુ નવિનિકરણ કરવા માંગ કરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.