તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:યાત્રાધામ હમનખુડીમાં વન તંત્રે ગૌશાળાના રૂમનું કામ અટકાવ્યું

દયાપરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમનવાડા(લક્ષ્મીરાણી)ના હિન્દુ સ્મશાનનો રસ્તો બંધ કર્યો
  • તાલુકા પંચાયતના પ્રમુખે પ્રાંત અધિકારીને કરી રજૂઆત

લખપત તાલુકાના યાત્રાધામ હમનખુડીમાં ગાૈશાળાના રૂમનું કામ અટકાવવાની સાથે જમનવાડા (લક્ષ્મીરાણી)માં હિન્દુ સ્મશાનનો રસ્તો વન તંત્રઅે બંધ કરતાં તાલુકા પંચાયત પ્રમુખે પ્રાંત અધિકારી સમક્ષ રાવ ખાધી છે. તાલુકાના પવિત્ર યાત્રાધામ હમનખુડી લોકોની અાસ્થાનું સ્થાનક છે અને અહીં પાણી, વીજળી, રોડ સહિતની સુવિધા છે. દર વર્ષે માગસર મહિના દરમ્યાન છેક મુંબઇથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઅો અાવે છે. અા ધાર્મિક સ્થાનકે ગાૈશાળા પણ અાવેલી છે. હાલે અહીં બે રૂમ બનાવવામાં અાવી રહ્યા છે. અા જમીન પોતાની હદમાં અાવતી હોવાનું જણાવી વન તંત્રે રૂમનું કામ અટકાવ્યું છે. અા ઉપરાંત જમનવાડા (લક્ષ્મીરાણી) ખાતે હિન્દુ રબારી સમાજનું વર્ષો જૂનું સ્મશાન અાવેલું છે ત્યારે હાલે વન વિભાગે અા સ્મશાનમાં જવાનો રસ્તો પણ તેમની હદમાં અાવતો હોવાનું જણાવી બંધ કરી નાખ્યો છે. તાત્કાલિક રસ્તો ખુલ્લો કરવા અને ગાૈશાાળાના રૂમોના કામ તંત્રની અડચણ વિના થાય તે માટે ખુદ તાલુકા પંચાયત પ્રમુખ જેનાબાઇ હસન પડ્યારે પ્રાંત અધિકારીને લેખિત રજૂઅાત કરી છે.

લોકઉપયોગી કાર્યોમાં અડચણ જયારે લીલીઝાડીના છેદન સામે વનતંત્ર ચૂપ
તાલુકા પંચાયત પ્રમુખે અાક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તાલુકામાં અગાઉ પણ પાણીની લાઇન હોય કે, રસ્તાનું કામ હોય તેમાં વન તંત્રઅે અડચણો ઉભી કરી છે. હાલે વિકાસના નામે ઉભી કરાતી પવનચક્કીઅો માટે અાડેધડ લીલીઝાડીનો નાશ કરાઇ રહ્યો છે ત્યારે તેમાં વન વિભાગે ચૂપકિદી સેવી દીધી છે જયારે માત્રને માત્ર લોકઉપયોગી કામોમાં પણ અડચણ ઉભી કરે છે.

અન્ય સમાચારો પણ છે...