તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડક:લખપત તાલુકામાં ગાઢ ધુમ્મસથી સવાર મોડી પડી

દયાપર/ના. સરોવર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
માક પડવાથી જીરું અને એરંડાના પાકને ફાયદો થવાની શક્યતા તાલુકાના ધરતીપુત્રોએ દર્શાવી હતી. - Divya Bhaskar
માક પડવાથી જીરું અને એરંડાના પાકને ફાયદો થવાની શક્યતા તાલુકાના ધરતીપુત્રોએ દર્શાવી હતી.
  • ઝાકળવર્ષાને કારણે વાહનોની હેડલાઇટ અને વાઇપર ચાલુ રાખવા પડ્યા

રણ અને દરિયાને અડીને આવેલા લખપત તાલુકામાં શુક્રવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાતા અનેકવિધ અસરો જોવા મળી હતી.માકપટમાં આવતા લગભગ વિસ્તારમાં ઝાકળનું પ્રમાણ એટલું હતું કે સવારના મોડે સુધી વાહનોની હેડલાઇટો ચાલુ રાખવા સાથે વાઇપરનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો, એટલું જ નહીં વાહનોની ગતિ પણ ધીમી રાખવી પડી હતી.અરબી સમુદ્રના કિનારે આ મોસમની પ્રથમ ઝાકળવર્ષા થતા સવારે 9 વાગ્યા બાદ સૂર્યનારાયણના દર્શન થયા હતા. સવારે ધુમ્મસને કારણે ઠંડક વર્તાઈ હતી પણ બપોર થતાં જ ગરમીનો માહોલ સર્જાયો હતો.

ધુમ્મસનું આવરણ એટલું ગાઢ હતું કે તીર્થધામ નારાયણ સરોવરમાં કચ્છ બહારથી આવતી ત્રણ એસ.ટી. બસો બે કલાક મોડી પહોંચી હતી.
ધુમ્મસનું આવરણ એટલું ગાઢ હતું કે તીર્થધામ નારાયણ સરોવરમાં કચ્છ બહારથી આવતી ત્રણ એસ.ટી. બસો બે કલાક મોડી પહોંચી હતી.

કચ્છમાં ક્યાં કેટલું તાપમાન
દરમિયાન જિલ્લામાં શુક્રવારે ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. નલિયા 14.3 ડિગ્રી સાથે ગાંધીનગર અને વલસાડ (13 ડિગ્રી) પછી ત્રીજા ક્રમે રહ્યું હતું.
મથક મહત્તમ લઘુતમ
ભુજ 34.8 17.2
નલિયા 33.6 14.3
કંડલા પોર્ટ 32.5 17.0
કંડલા એરપોર્ટ 33.4 15.6

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો