કસોટી:કચ્છમાં ધો. 9થી 12 સુધી સ્કોલરશીપ મેળવવા 6884 છાત્રોએ પરીક્ષા આપી

દયાપરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર સરકારના માનવ સંશાધનની યોજના હેઠળ યોજાતી કસોટી
  • દર મહિને 1000 રૂપિયા લેખે 4 વર્ષમાં 48000 મળે

કેન્દ્ર સરકારના માનવ સંશાધન દ્વારા ધોરણ 9થી 12 સુધી નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ મેળવવા પરીક્ષાનું અાયોજન કરાય છે, જેમાં રવિવારે કચ્છમાંથી 6884 છાત્રોઅે શિષ્યવૃત્તિ મેળવવા પરીક્ષા અાપી હતી. ધોરણ 8માં અભ્યાસ કરતા અને અાર્થિક નબળી સ્થિતિ ધરાવતા બાળકો અાગળ ઉપર અભ્યાસ કરીને કારકિર્દી બનાવી શકે અે માટે અેન.અેમ.અેમ.અેસનું ગાંધીનગરથી રાજ્યના પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારે અાયોજન કરાયું હતું, જેમાં કચ્છ જિલ્લામાં 24 કેન્દ્ર ઉપર 239 બ્લોક ઉપર બેઠક વ્યવસ્થા ગોઠવાઈ હતી. જે છાત્રો મેરીટમાં અાવશે અેમને ધોરણ 9થી 12 સુધી દર મહિને 1000 રૂપિયા લેખે સળંગ 4 વર્ષ દરમિયાન કુલ 48000 રૂપિયા શિષ્યવૃત્તિ મળશે.

અન્ય સમાચારો પણ છે...