તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા પરમો ધર્મ:કોટડા-મઢમાં સ્વખર્ચે સરપંચે 12 બેડનું કોવિડ સેન્ટર બનાવ્યું

દયાપર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાખલ થનારા કોરોનાના દર્દીઅોને અપાશે તમામ સારવાર-સુવિધાઅો

કચ્છમાં જે રીતે હાલમાં કોરોનાની પરિસ્થિતિ ખુબ વિકરાળ બની રહી છે, ત્યારે લોકો મહામારીનો શિકાર બને છે, ત્યારે પશ્ચિમ કચ્છમાં માતાના મઢ ખાતે અેક માત્ર કોવિડ સેન્ટર છે, જેને કારણે અનેક લોકોને ઘરે જ અાઇસોલેટ થવું પડે છે. તાલુકામાં અન્યત્ર સ્થળે પણ કોવિડ સેન્ટરો ઉભા કરવામાં અાવે તેવી લેખિતમાં તંત્રને રજૂઅાતો કરવામાં અાવી હતી. લખપત તાલુકાના નાનાકડા અેવા કોટડા-મઢ ગ્રામ પંચાયતના યુવા સરપંચ અેવા અાદમભાઇ રાયમાઅે પ્રાથમિક શાળામાં 12 બેડની તમામ સુવિધા વાળી કોવિડ હોસ્પિટલ સ્વખર્ચે ઉભી કરી અન્ય અાગેવાનોને નવી રાહ ચીંધી છે.

હાલમાં ગામમાં પણ કોરોનાના નવા કેસોમાં ખૂબ વધારો થઇ રહ્યો છે, ત્યારે પરિવારના કોઇ અેક સભ્યને કોરોના થાય ત્યારે અન્યને સંક્રમણ ન થાય તેની માટે કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં અાવી છે. કોટડા-મઢ જૂથ ગ્રામ પંચાયત હેઠળ અાવતા અન્ય ગામોના લોકોના સંક્રમિત થાય તેની માટે તમામ સુવિધા સભર હોસ્પિટલ બનાવાઇ છે. અા અંગે યુવા સરપંચે સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, કોવિડ સેન્ટરમાં દર્દીને મારા સ્વખર્ચે સવારે ચા-નાસ્તો, બપોરે જમવાનું અને રાત્રે પણ જમવાના ભોજનની વ્યવસ્થા કરવામાં અાવી છે.

અા કોવિડ સેન્ટરમાં દાખલ થનારા કોઇ પણ દર્દીને જરૂરી દવાઅો પણ નિ:શુલ્ક અાપવામાં અાવશે. અા અંગે તાલુકા વિકાસ અધિકારીઅે જણાવ્યું હતું કે, કોવિડ હોસ્પિટલમાં દાખલ થનારા તમામ દર્દીઅોની નિયમિતપણે અારોગ્યની ચકાસણી કરવામાં અાવશે અને તંત્ર દ્વારા જરૂરી દવાઅો તથા સામગ્રી પણ અાપવામાં અાવશે.

ગત લોકડાઉનમાં શાળામાં સ્વખર્ચે વિવિધ ચિત્રો દોરાવ્યા
કોરોના મહામારીને અેક વર્ષથી વધારે સમય થયો છે, ત્યારે ગત વર્ષે પણ દેશવ્યાપી લોકડાઉન લાદવામાં અાવ્યું હતું. અા લોકડાઉન દરમિયાન સરપંચે અહીંની શાળામાં વિવિધ રંગ-રોગાન કરાવી શિક્ષણના વિવિધ સૂત્રો અને ચિત્રો દોરાવ્યા હતા અને શાળાને અાદર્શ શાળાનું નિર્માળ કરાવી અાજુ-બાજુના ગામના સરપંચો અને અાગેવાનો માટે નવી રાહ બતાવી હતી.

લેખિતમાં રજૂઅાતો કરવા કરતાં સેન્ટરો ઉભા કરવા જોઇઅે
અા અંગે સરપંચે વધુમાં જણાવ્યું હતું કે, લખપત તાલુકામાં વર્માનગર, ઘડુલી, બરંદા જેવા વિસ્તારોમાં કોવિડ સેન્ટરો ઉભા કરવા માટે ચુંટાયેલા જનપ્રતિનિધિઅો તેમજ અાગેવાનો દ્વારા તંત્ર સમક્ષ અનેક વખત લેખિતમાં રજૂઅાતો કરવામાં અાવે છે. અા રજૂઅાતો કરવાને બદલે પ્રતિનિધિઅો, અાગેવાનો કે સ્વૈચ્છિક સંસ્થાઅોના સહયોગથી કોવિડ સેન્ટરો ઉભા કરવામાં અાવે તો તાલુકા સહિત અનેક લોકો માટે અાશિર્વાદરૂપ સાબિત થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...