તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગુફાનું નિર્માણ:ગુનેરીમાં મહંતે ડુંગર કોતરીને ગુફામાં શિવાલય બનાવ્યું

દયાપર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતત બાર વર્ષ સુધી એકલા હાથે ગુફાનું નિર્માણ કાર્ય કર્યું

લખપત તાલુકામાં ગુનેરી પાસેની ડુંગર કોતરીને નિર્માણ કરાયેલી નિત્ય શિવ નિરંજન ગુફામાં શિવ બિરાજમાન છે. ગુનેરી ગામથી 1 કિમી દૂર આવેલી શરણ નદીના કાંઠે 2001થી સતત બાર વર્ષ સુધી માત્ર એકલા હાથે તથા આધ્યાત્મિક પ્રેરણાના બળે ડુંગર કોતરીને નમો નારાયણ બાપુના નામથી ઓળખાતા બ્રહ્મલીન મહંત ઉદયનંદગીરીજી મહારાજે ત્રિકમ, પાવડો, હથોડા તેમજ ટાંકણા જેવા સાધનોથી ગુફાનું નિર્માણ કરી તેને પોતાના ગુરુ નિરંજન દેવ ગુફા નામ આપ્યું હતું.

આ ગુફામાં બે ફૂટ ઊંચા અને દોઢ ફૂટ પહોળાઈ ધરાવતા મહાદેવજીના લિંગાકાર સ્વરૂપની સ્થાપના કરવામાં આવી હતી. જે રામેશ્વર મહાદેવજી તરીકે ઓળખાય છે. આ ગુફા 80થી 90 ફૂટ લાંબી 30થી 35 ફૂટ જેટલી પહોળાઈ તેમજ 10 ફૂટ ઉંચાઈ ધરાવે છે. ગુફામાં દર્શનાર્થીઓ માટે ચાર રૂમ, શિવ મંદિર, ધુણો તેમજ ગુફામાંથી બહાર ડુંગર ઉપર જવા માટે પગથિયાં પણ બનાવ્યા છે. પાછળના ભાગમાં દિવાલમાં ચાર ફૂટ ઊંચી અને બે ફૂટ પહોળી પાર્વતીજીની મૂર્તિ બનાવવામાં આવી છે. મંદિરમાં અંદરથી જ પ્રદક્ષિણા કરી શકાય તે રીતે ગુફાનું નિર્માણ કાર્ય કરાયું છે. આ સ્થળે મૂર્તિ પ્રતિષ્ઠા તથા શિવ મહાપુરાણની કથા બાપુના સેવક ગણ દ્વારા યોજાઇ ચૂકી છે. બહોળો સેવક સમુદાય ધરાવતા બાપુ 2015માં બ્રહ્મલીન થયા હતા. હાલ આ ધાર્મિક સ્થળે મહંત અશોકભારથી મહારાજ સાર સંભાળ તેમજ સેવા આપી રહ્યા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો