તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:ઘડુલીમાં શ્રમિકનેે મોતને ઘાટ ઉતારનાર આરોપી ઝડપાયો

દયાપર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર દિવસ પૂર્વેની ઘટના અંગે દયાપરમાં ગુનો

લખપત તાલુકાના ઘડુલી -લખપત હાઇવે માર્ગ પર કાર્યરત પવનચક્કીના પોલ ઉભા કરવાનું કાર્ય કરતી ખાનગી કંપનીમાં કામ કરતા બે કામદારો વચ્ચે ટ્રેકટરમાં બેસવા મુદે બાબદ સર્જાયા બાદ એક એ બીજાને માથા પર લોખંડની ટાકી ફટકારતાં ઘાયલ મજુરનું સારવાર દરમિયાન મોત થતાં દયાપર પોલીસે આરોપી વિરૂધ હત્યાની કલમનો ઉમેરો કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત વિગતો મુજબ બનાવ ગત 31મીના સાડા આઠ વાગ્યાના અરસામાં ઘડુલીથી લખપત જતા રોડ પર સમરશ કંપની યાર્ડની અંદર બન્યો હતો. હતભાગી કુંદન અલનંદુ મંડલ રહે વેસ્ટ બંગાળ અને માનબ બિંદુર મંડલ વચ્ચે ટ્રેકટરમાં બેસવા મુદે બોલાચાલી બાદ મારા મારી થઇ હતી. જેમાં માનલે કુંદનને માથા પર લોખંડની ટાંમી મારતાં તેને ગંભીર ઇજાઓ થવાને કારણે દયાપર બાદ ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ સંદર્ભે મૃતકના ભત્રીજા જુગલ ગોવિંદ મંડલે દયાપર પોલીસ મથકમાં આરોપી વિરૂધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે આઇપીસી કલમ 302, 294(ખ), તથા જીપીએક્ટ 135 મુજબ ગુનો નોંધીને પીએસઆઇ એ.એમ.ગેલોતની ટીમે તાકિદે તપાસ તેજ કરીને આરોપી માનબ બિંદુર મંડલની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

લખપતમાં પવનચક્કીના પ્રોજેક્ટ વધી રહ્યા છે તેવામાં પશ્ચિમ બંગાળના કામદારોની બબાલ જીવલેણ સાબિત થતા આ મુદ્દો ચર્ચાના સ્થાને રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...