• Gujarati News
  • National
  • In Ghaduli, Four Persons Living In The Neighborhood Attacked The Father And Son With A Knife

હુમલો:ઘડુલીમાં પડોશમાં રહેતા ચાર શખ્સોએ પિતા-પુત્ર પર છરીથી હુમલો

દયાપરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાઇ ગયા: ઘાયલ ભુજ ખસેડાયા

લખપત તાલુકાના ઘડુલી ગામે સોમવારે સવારના અરસામાં પાડોશમાં જ રહેતા ચારેક જેટલા શખ્સોઅે પિતા-પુત્ર પર છરી વડે હુમલો કરતા બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ભુજ ખસેડવામાં અાવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ સવારના સાડા અાઠેક વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો.

હુશેન રમધાન રાયમા (ઉ.વ.40)અે જણાવ્યું હતું કે, પોતાના પાડોશમાં રહેતા ચારેક જેટલા શખ્સોઅે બોાચાલી કરી બાદમાં છરી વડે હુમલો કરતા પેટ તેમજ હાથમાં ઇજાઅો પહોંચી હતી, જયારે તેના 18 વર્ષીય પુત્ર મહેબુબ રાયમાને છાતીના ભાગે છરીનો ઘા લાગ્યો હોવાની વાત કરી હતી.

બનાવ બાદ બંને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે દયાપર બાદમાં ભુજ રીફર કરાયા હતા. બનાવને લીધે દયાપર સામુહીક અારોગ્ય કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં લોકો અેકત્ર થયા હતા. મોડે સુધી પોલીસમાં ગુનો દાખલ ન થયો હોવાથી આરોપીના નામ જાણી શકાયા નથી.

ભુજ -મુન્દ્રામાં મારામારીના ત્રણ બનાવમાં 4ને ઇજા
શહેરના મદિના નગરમાં રહેતા મામદ સલીમ જુસબ મથડાઅે પાડોશમાં જ રહેતા ઇઝાઝ મામદ છુછીયા, મુસ્તફા મામદ છુછીયા અને જીન્નતબેન મામદ છુછીયા (રહે. ત્રણેય મદિના નગર) સામે ફરિયાદ નોંધાવી હતી.

અેક માસ પૂર્વે થયેલા ઝઘડાનું મનદુ:ખ રાખી માતા-પુત્રો તલવાર લઇ ઘરે માર મારવા અાવ્યા હતા, ફરિયાદીના પિતાની ગાડીમાં નુકસાન પહોંચાડયું હતું. અે ડિવિઝન પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો હતો. તો મુન્દ્રાના મચ્છીપીઠ ચાઇનાગેટ પાસે બે યુવકો વચ્ચે સામસામી મારામારી થઇ હતી. પ્રકાશ જેઠાલાલ મહેશ્વરી (રહે. મુન્દ્રા)અે માંડવીના હારૂન જકરીયા હાલેપોત્રા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીનો ભાઇ હરેશ અારોપીની પત્નીને રીક્ષાથી માંડવી મુકવા ગયો હતો જેના ભાડા માટે ફોન કર્યો હતો.

અારોપીઅે ફોનથી ગાળાગાળી કરી ભુંડી ગાળો અાપી જાતીઅપમાનીત કરતા અેટ્રોસિટીની કલમ તળે ફરિયાદ નોંધાઇ હતી. સામે પક્ષે હારૂન જકરીયા હાલેપોત્રા (રહે. માંડવી)અે હરેશ જેઠાભાઇ મહેશ્વરી (રહે. મુન્દ્રા)વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી અાદર્શ ટાવર પાસે ચાયની હોટેલ બેઠો હતો ત્યારે અારોપી રીક્ષાથી અાવીને ધોકા વડે માર માર્યો હતો. બીજી તરફ મુળ છતીસગઢના અને હાલે મુન્દ્રા રહેતા સહબાનખાન અબ્દુલરજાક મોમીન (ઉ.વ.28)ને બે મહિના પહેલા અમારી ગાડીની સાઇડ કેમ કાપી હતી તેમ કહી જયદીપસિંહ મેરામણજી (રહે. મુન્દ્રા) તેમજ અન્ય ત્રણ અજાણ્યા ઇસમોઅે માર માર્યો હતો, ઇજાઅો પહોંચતા સારવાર માટે મુન્દ્રાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...