તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોબાઇલ અને ઇન્ટરનેટના યુગમાં શહેરી વિસ્તારોમાં બાળકોની શેરી રમતો ભૂલાઇ ગઇ છે જેને તાજી કરવા આરએસએસ દ્વારા ઘડુલી અને વર્માનગર ખાતે યુવાનો માટે સતોડિયાની સ્પર્ધા યોજાઇ હતી. બન્ને સ્થળ મળીને 11 ટીમે તેમાં ઝુકાવ્યું હતું. હરીફાઇની ફાઇનલ મેચ તા. 14 એપ્રિલે યોજાશે.વર્માનગરમાં યોજાયેલી સ્પર્ધામાં કપુરાશી, બાલાપર, વર્માનગર અને નવાનગરની મળીને 8 ટીમના 80 અને ઘડુલી ખાતે સ્થાનિક ઉપરાંત સિયોત અને ખટિયા એમ 3 ટીમના 30 યુવા ખેલાડીઓએ ભાગ લઇને પોતાના બાળ સંસ્મરણો તાજાં કર્યા હતા.
આરએસએસના બાબુભાઇ ભટૈયાએ જણાવ્યું હતું કે, ખેલાડીઓએ હોંશભેર ભાગ લઇને બાળપણની યાદો તાજી કરી હતી. ઉલ્લેખનીય છે કે, મોબાઇલ યુગના કારણે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખો-ખો, સતોડિયો, ગીલી દંડા, લખોટી, કબડ્ડી સહિતની રમતો ભૂલાતી જાય છે જેને જીવંત રાખવા માટે આયોજકોએ સ્તુત્ય પ્રયાસ કર્યો હતો. ભાગ લેનારા ખેલાડીઓએ જણાવ્યું હતું કે, હવે બાળકોને આવી રમતોનું જ્ઞાન પણ નથી હોતું. આવી મેદાની રમતો સ્વાસ્થ્ય માટે સારી હોતાં વાલીઓ પણ જાગૃત બને તેવો યુવાનોએ અનુરોધ કર્યો હતો.
કોઇ ખર્ચ વિના રમી શકાય છે સતોડિયો
આ રમતમાં સાત નાનકડા પથ્થર કે લાકડાના ટુકડા સામસામી ટીમ વચ્ચે ગોઠવાય છે જેને હાથે બનાવેલા કપડાના દડાથી દાવ લેનારો ખેલાડી પાડે છે. પડી ગયેલી થપ્પીને જો દાવ લેનારી ટીમ ગોઠવી જાય તો વિજેતા બને છે અને પ્રતિસ્પર્ધી ટીમ જો દડા વડે દાવ લેતી ટીમને આઉટ કરે તો તે જીતેલી જાહેર થાય છે. આમ આ રમત કોઇ ખર્ચ વિના રમી શકાય છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.