તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રણ અને દરિયા નજીકના માતાના મઢ નજીક આવેલી GMDCની લિગ્નાઈટ ખાણમાં ધુમ્મસનું આવરણ બંધાયું હતું. વહેલીસવારે ગાઢ ધુમ્મસ છવાતા કુદરતી સૌદર્ય ખીલી ઉઠ્યું હતું. સવારે મોડા સુધી હિલ સ્ટેશન હોય તેવો માહોલ લિગ્નાઈટની ખાણમાં જોવા મળ્યો હતો. વહેલી સવારે ઝાકળ પડતા ખાણમાં જ વાદળા બંધાયા હતા અને અદભૂત નજારો જોવા મળ્યો હતો.
લખપત અને નખત્રાણામાં સવારે ઝાકળ પડી
દરિયા કિનાર પર આવેલા લખપત તાલુકા તેમજ નખત્રાણા તાલુકામાં આજે વહેલી સવારે ઝાકળ પડી હતી. ઝાકળ પડતાં વાતાવરણમાં અનેકવિધ અસરો જોવા મળી હતી. ઝાકળનું પ્રમાણ એટલું હતું કે સવારના મોડે સુધી વાહનોની હેડલાઇટો ચાલુ રાખવા સાથે વાઇપરનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો, એટલું જ નહીં વાહનોની ગતિ પણ ધીમી રાખવી પડી હતી.
ગઈકાલે પણ ઝાકળ છવાયું હતું
અરબી સમુદ્રના કિનારે આ મોસમની પ્રથમ ઝાકળવર્ષા થતા ગઈકાલે પણ સવારે 9 વાગ્યા બાદ સૂર્યનારાયણના દર્શન થયા હતા. સવારે ધુમ્મસને કારણે ઠંડક વર્તાઈ હતી પણ બપોર થતાં જ ગરમીનો માહોલ સર્જાયો હતો.
(તસવીર અને અહેવાલ: ભરત ત્રિપાઠી, દયાપર)
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.