તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ગુનેરીની સીમમાં વીજ વાયર તુટતાં આગ, ઘાસ બળીને ખાખ, ઊંટ દાઝી ગયું

દયાપર20 દિવસ પહેલા
 • કૉપી લિંક

લખપત તાલુકાના ગુનેરી ગામ નજીકના સીમાડામાં મોડી સાંજે ગામના વાઘજી વિસાજીના ખેતરમાં ઉભેલા વીજ પોલનાે જર્જરીત જીવતો વીજવાયર તૂટી પડવાને કારણે જમીન પરનું સુંકુ ઘાસ સળગી ઉઠ્યું હતું. અાગના અા બનાવમાં નજીકના ચરિયાણ કરતાં ઊંટને સામાન્ય પ્રકારની ઇજાઅો થઇ હતી. અાગની જાણ ગ્રામજનોને થતાં તાત્કાલિક તેઅોઅે ઉમરસર જીઅેમડીસીમાં જાણ કરતાં ત્યાંથી ફાયર ફાયટરનાે બંબો અાવી પહોંચ્યો હતો.

વીજવાયર તૂટી ગયો હોવાની જાણ વીજ તંત્રને કરતા તેઅો પણ સ્થાનીકે દોડી ગયા હોવાનું ગુનેરીના ઉપસરપંચ જશુભાઇઅે જણાવીને ઉમેર્યું હતું કે અાગને કારણે ઇજાગ્રસ્ત બનેલા ઊંટ વિશે પશુ ચિકસ્તકને જાણ કરતા તે અહીં અાવી પહોંચ્યા હતા અને ઊંટની સારવાર કરી હતી. અાગને કારણે અા વિસ્તારમાં મોટ પ્રમાણમાં ઘાસ બળીને રાખ થઇ ગયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી જર્જરીત બનેલા વીજવાયરોને કારણે અાગના બનાવો બને છે તેથી વહેલી તકે જુના વીજ વાયરો બદલવાની માંગ લોકો દ્વારા કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો