બાઇકરેલીનું પ્રસ્થાન:ભારત માતાની જયના નાદ વચ્ચે લખપતથી કેવડીયા સુધી રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે બાઇકરેલીનું પ્રસ્થાન

દયાપરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ આ રેલી થકી ફરી તાજો થશે : બોર્ડર રેન્જ આઇજી જે.આર. મોથલિયા
  • રાષ્ટ્રીય એકતા એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાર્થક કરતી યાત્રા : વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય

લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની 146મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલ રાષ્ટ્રીય એકતા દિવસની ગુજરાત પોલીસ પશ્ચિમ કચ્છ દ્વારા આયોજિત રાષ્ટ્રીય એકતા બાઇક રેલીનું કચ્છના છેવાડે રણ સરહદ નજીક આવેલા લખપત ખાતેથી 25 જેટલા જવાનોએ રાષ્ટ્રીય એકતાના શંદેશ સાથે ભારત માતાની જયના નાદ સાથે બાઇક રેલીનું પ્રેસ્થાન કર્યું હતું.

લખપત ખાતેથી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યે દીપ પ્રાગટ્ય કર્યા બાદ લખપતથી નર્મદા જિલ્લાના કેવડીયા સુધીની 1170 કિ.મી.નું અંતર કાપીને જઇ રહેલા પોલીસ જવાનોને શુભેચ્છા આપી હતી અને જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીએ 562 રજવાડાઓનું એકત્રી કરણ કરનારા અખંડ ભારતનાં શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની કોઠાસુઝને અમર કરી દીધી છે.

વિધાનસભામાં 182 વિધાન સભ્યોની જેમ વિશ્વની સૌથી ઉંચી આ 182 ફુટના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 135 મેટ્રિક ટન લોખંડ એકત્રિત કરીને તેમાથી 109 મેટ્રિક ટન લોખંડ વાપરી ખેડૂતોના ઓજારોમાંથી લોહપુરૂષની પ્રતિમા બનાવી સરદાર વલ્લભભાઈ પટેલને અનોખી શ્રદ્ધાંજલિ આપી છે. સરદાર પટેલની 146મી જન્મ જયંતિ નિમિતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે શરૂ થયેલ આ બાઇક રેલી સરદાર પટેલને સ્મરણાંજલી છે.

સરદાર સરોવર ડેમ ખાતેથી કચ્છને મળતું પીવાનું પાણી અને તેના નિર્માણ માટે થયેલ માળખાકીય સુવિધાને પગલે કચ્છના અંતરીયાળ ગામો સુધી નર્મદાના પાણી પહોંચ્યા છે. ડો. નીમાબેને પોલીસ જવાનો માટે તેમની ફરજ અને સેવાઓના કાર્યને બિરદાવ્યા હતા. બોર્ડર રેન્જના આઇજી જે.આર.મોથલીયાએ જણાવ્યું હતું કે, જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ હેઠળ સમગ્ર દેશમાંથી કાશ્મીરમાંથી ઉરી , ત્રિપુરા, કન્યાકુમારી અને ગુજરાત રાજ્યમાં પશ્ચિમ કચ્છ લખપત ખાતેથી રાષ્ટ્રીય એકતા બાઇક રેલીનું પ્રસ્થાન કરાયું છે.

આ બાઇક રાઇડરોની રેલીમાં 25 જવાનો સાથે છ મહિલાઓ છે. તેઓ સ્વતંત્રતા સંગ્રામ અને સરદાર વલ્લભભાઈ સાથે સંકળાયેલા સ્થળોએથી ફરીને તારીખ 26મી ઓક્ટોબરે કેવડિયા ખાતે દેશની અન્ય ત્રણ સ્થળોએથી આવેલી બાઇક રેલી સાથે ભેગા થશે અને 31મી ઓક્ટોબરે કેવડિયા ખાતે ભવ્ય સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાશે. તેમણે સરદાર પટેલ સાથે ગાંધીજીને પણ યાદ કર્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના અધ્યક્ષા પારૂલબેન કારા, તેમજ અબડાસા વિધાનસભાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પ્રાસંગિક વતવ્ય આપ્યું હતું.

જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંગ, ઇન્ડિયન આર્મીના બ્રિગેડીયર સુધાંશુ શર્મા, બીએસએફ ક્યુઆઇજી સંજયકુમાર શ્રીવાસ્તવ, કોસ્ટગાર્ડ કમાંડર સંદીપ સફાયા, નખત્રાણા પ્રાંત અધિકારી મેહુલ બરાસર, લખપત મામલતદાર અનિલ સોલંકી, ડીવાયએસપી યાદવ, ડીવાયએસપી બી.એમ.દેશાઇ, લખપત સરપંચ રમજાનભાઈ ઈસ્માઈલભાઈ સોઢા, દયાપર પોલીસ મથકના પીએસઆઇ અંકુશ ગેલોત સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અબડાસામાં રેલીનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
અબડાસા તાલુકાના નલિયા મધ્યેથી પસાર થયેલ બાઇક રેલી દરમિયાન પોલીસ જવાનોનો જોશ વધારવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અબડાસ તાલુકાના પ્રાંત અધિકારી, મામલતદાર, જિલ્લા પંચાયતના સદસ્ય ભાવનાબા સુરેશસિંહ જાડેજા તથા તકીશા બાવા તેમજ પરષોતમ મારવાડા અને તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા મહાવીરસિંહ રમુભા જાડેજા, સદસ્ય ડાડા અધ્રેમાન જત,મહાવીરસિંહ જાડેજા,જયદિપસિંહ કિશોરસિંહ જાડેજા,પરેશભાઈ ભાનુશાલી સહિત વેપારી એસોસીયેશનના પ્રમુખ હકુમતસિંહ જાડેજા તથા સામાજીક આગેવાન ગોપાલસિંહ જાડેજા,મજીદભાઈ મેમણ, ઈબ્રાહિમશા સૈયદ, રામજીભાઈ કોલી, શૈલેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા, અરજણભાઈ ભાનુશાલી તથા અબડાસા તાલુકાના ગામોના સરપંચઓ હાજર રહી હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન નલીયા પી એસ આઈ વી.બી.ઝાલા અને નલીયા પોલીસ સ્ટેશન સ્ટાફ તથા જી.આર.ડી.,હોમગાર્ડના સભ્યોએ સંભાળ્યું હતું.

ઘડુલી-દયાપરમાં પુષ્પવર્ષા સાથે આપી શુભેચ્છા
ઘડુલી દયાપર હાઇવે માર્ગ પરથી પસાર થઇ રહેલી બાઇક રેલી દરમિયા બાઇક સવારો પર ગામના લોકોએ પુષ્પવર્ષા કરીને જવાનોને શુભેચ્છા પાઠવી હતી. દયાપર ગામના સરપંચ ભવાનભાઇ પટેલ, દીલીપ જણસારી, યુનિત ગોસ્વામી, હાસમ નોતિયાર, રમેશ અનમ, હેમેન્દ્ર જણસારી, અનુ જાડેજા, મયુર ગોર, તેમજ મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી. ફટકડા ફોડીને બાઇક સવારોનું સ્વાગત કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...