તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપારીઓમાં ખુશી:પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢમાં શનિ-રવિએ યાત્રિકોની ભીડ જામી

દયાપર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા બે દિવસ દરમિયાન 4000 જેટલા ભાવિકો દર્શનાર્થે આવ્યા

પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર સહિતના ધાર્મિક સ્થાનો પર અષાઢી માસના પ્રારંભે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયા હતા. માતાના મઢ ખાતે મા આશાપુરા માતાના સ્થાનકે અંદાજિત 4 હજાર જેટલા લોકો છેલ્લા બે દિવસ દરમિયાન દર્શનાર્થે આવ્યા હતા.

વર્ષમાં આવતી ચાર નવરાત્રી પૈકીની અષાઢી નવરાત્રીને ગુપ્ત માનવામાં આવે છે તેનો પ્રારંભ પણ રવિવારે થયો હોવાથી અહીં મોટી સંખ્યામાં ભાવિકોની વહેલી સવારથી બપોર સુધી કતાર લાગી હતી. જેમાં બપોર બાદ યાત્રિકોની સંખ્યામાં ઘટાડો થયો હતો. યાત્રાધામ ખાતે લાંબા સમય બાદ મોટી સંખ્યામાં ઉમટેલા ભાવિકો અને યાત્રિકોને લઇને સ્થાનિક વેપારીઓના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...