તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:દયાપરમાં મોંઘવારીનો વિરોધ કરતા કોંગી કાર્યકરોની અટકાયત કરાઇ

દયાપર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઊંટ ગાડી સાથે ભાવ વધારાનો વિરોધ કરાયો

દયાપરમાં મોંઘવારીનો વિરોધ કરવા એકત્ર થયેલા લખપત તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોની પોલીસે અટક કરી હતી અને પોલીસ મથકે લઇ ગયા બાદ તેમને છોડી દેવાયા હતા. દયાપર-સુભાષપર-મોટી વિરાણીના ત્રિભેટેથી ઊંટગાડી સાથે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ તેમજ ઇંધણમાં થયેલા ભાવ વધારા વિશે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરતી રેલી નીકળી હતી જેણે માંડ 100 મીટર આગળ વધી હતી તેવામાં પીએસઆઇ અંકુશ ગેહલોત અને પોલીસ કર્મચારીઓએ રોકી હતી. +

રેલીમાં સામેલ આદમ ચાકી, અલીમામદ જત, જિલ્લા પંચાયતના સભ્ય આમદ જત, તા.પં.ના ઉપપ્રમુખ સમરતદાન ગઢવી, હાજી સલીમ પડ્યાર, દિનેશ સથવારા, જશુભા જાડેજા, પી. સી. ચાવડા, લહેરી જોશી સહિતના 40 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. આ તકે કોંગ્રેસના આગેવાનોએ શાંતિ પૂર્વક કરાઇ રહેલા વિરોધને દાબવાનો પ્રયાસ સરકારની હિટલરશાહી સૂચવે છે તેમ જણાવ્યું હતું અને થોડી વાર પોલીસ સાથે રકઝક થઇ હતી. તમામને પોલીસ મથકે લઇ જવાયા બાદ છોડી મુકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...