મુલાકાત:પ્રકાશ પર્વે 25મીએ લખપત આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

દયાપરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી વચ્ચે કલેક્ટર, ડીડીઅોઅે સ્થાનિકે કરી સમીક્ષા
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કરશે કોન્ફરન્સથી સંબોધન

લખપતમાં શીખ સમૂદાયના ગુરુદ્વારા ખાતે દર વર્ષે યોજાતા પ્રકાશ પર્વના અંતિમ દિવસે રાજ્યના મુખ્યમંત્રી હાજરી અાપશે તેમજ વડાપ્રધાન પણ કોન્ફરન્સથી સંબોધન કરશે. સરહદી લખપતના ગુરુદ્વારામાં દર વર્ષે પ્રકાશ પર્વે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે, જેમાં કચ્છ તેમજ જિલ્લા બહારથી મોટી સંખ્યામાં શીખ સમૂદાયના ભાઇ-બહેનો ઉમટી પડે છે.

અાવતીકાલથી અેટલે કે, તા.23-12થી શરૂ થતા ત્રિ-દિવસીય મહોત્સવને લઇને તૈયારીઅોને અાખરી અોપ અાપવામાં અાવી રહ્યો છે. ગુરુદ્વારા પ્રબંધક કમિટીના પ્રમુખ રાજુભાઇ સરદારે જણાવ્યું હતું કે, કાર્યક્રમના અંતિમ દિવસે અેટલે કે, તા.25-12ના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અાવશે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કોન્ફરન્સથી કાર્યક્રમને સંબોધશે. વધુમાં માઇનોરિટી કમિશનના ચેરમેન સહિતના મહેમાનો પણ હાજરી અાપે તેવી શક્યતા સેવાઇ રહી છે.

મંગળવારે ચૂંટણીનું પરિણામ જાહેર કરાયું હતું અને તંત્ર તેની કામગીરીમાં પરોવાયેલું હોવા છતાં પણ કાર્યક્રમને લઇને જિલ્લા સમાહર્તા પ્રવીણા ડી.કે. અને જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા લખપત દોડી ગયા હતા અને સમીક્ષા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...