પશુઓમાં રોગચાળો:લખપત તાલુકામાં છારી રોગથી ટપોટપ મોતને ભેટતા પશુઓ

દયાપર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશુને રસીકરણ કરવા તાલુકા પંચાયત પ્રમુખની માંગ
  • દવાખાનામાં પૂરતા પ્રમાણમાં દવાનો જથ્થો જ ઉપલબ્ધ નથી

લખપત તાલુકામાં છારી નામની ગંભીર બીમારીના કારણે પશુઅો ટપોટપ મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે ત્યારે મુંગા જીવોને બચાવવા તાબડતોબ રસીકરણ કરવાની માંગ તાલુકા પંચાયત પ્રમુખે કરી છે.

તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે પશુઅો છારી, ખરવા-મોરવા રોગનો શિકાર બની રહ્યા છે. ગંભીર રોગચાળાના કારણે પશુઅો ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે. અાવી પરિસ્થિતિમાં તાલુકાના પશુ દવાખાનામાં પૂરતા પ્રમાણમાં દવાઅો ઉપલબ્ધ નથી, જેના કારણે માલધારીઅોને મહામૂલા પશુધનના જીવ બચાવવામાં મુશ્કેલી પડી રહી છે. તાલુકાના પાનધ્રો, બુધ્ધા, મુડિયા, મેડી, મોરી સહિતના અનેક ગામોમાં દરરોજ અા રોગના કારણે અેક-બે પશુઅો મોતને ભેટી રહ્યા છે. મુંગા જીવોને બચાવવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રસીકરણ કરવામાં અાવે તેવી માંગ સાથે લખપત તાલુકા પંચાયત પ્રમુખ જેનાબાઇ હસણ પડ્યારે નાયબ પશુપાલક નિયામકને લેખિત રજૂઅાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...