તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારી તિજોરીને ધુંબો:લાખોના ખર્ચે બનેલું દયાપર પોલીસ મથક ઉદઘાટનની રાહમાં !

દયાપર3 મહિનો પહેલાલેખક: ભરત ત્રિપાઠી
  • કૉપી લિંક
લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ નવા પોલીસ સ્ટેશનની તસવીર. - Divya Bhaskar
લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ નવા પોલીસ સ્ટેશનની તસવીર.
  • ઓક્ટો-2020 માં કબજો સોપાયા બાદ 8 મહિના સુધી પોલીસ સ્ટેશન ભાડા પેટે
  • લાખોના ખર્ચે નવું મથક બન્યું છતાં ભાડાના મકાનમાં પોલીસ સ્ટેશન

લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે અધતન સુવિધા ધરાવતુ અને લાખો રૂપિયાના ખર્ચે નવનિર્માણ પામેલા પોલીસ મથકને આઠ મહિના વીતી ગયા હોવા છતાં પણ હજુ તેવુ ઉદઘાટન થયું નથી. જેથી અત્યારે પોલીસ મથકની કામગીરી અહીંના તાલુકા રાજપુત ક્ષત્રિય સમાજના છાત્રાલયમાં ભાડા પેટે ચાલી રહી છે.

દયાપર ગામથી અંદાજે દોઢ-બે કિ.મી.ના અંતરે દોલતપર તરફ જતાં હાઇવે માર્ગ પર લાખો રૂપિયાના ખર્ચે અધતન સુવિધા ધરાવતું નવું પોલીસ મથક બનીને તૈયાર થઇ ગયું તેને લગભગ દસેક મહિના જેટલો સમય વીતી ગયો છે. તો બીજી તરફ આ નવ નિર્માણ પામેલ પોલીસ સ્ટેશનનો કબજો પણ પોલીસને સોપી દેવાયો છે તેમ છતાં આજદીન સુધી કેમ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે દયાપરમાં અગાઉ પોલીસ મથક જે સ્થળે મામલતદાર કચેરી તેમજ ટ્રેજરી ઓફિસ હતાં, તે સ્થળે તેના બાજુમાં મકાનમાં કાર્યરત હતુ.

પરંતુ 2001માં આવેલ કચ્છમાં વિનાશકારી ભુકંપને કારણે તે જર્જરીત બન્યા બાદ લાંબા સમય પછી લગલગ છેલ્લા ત્રણેક વર્ષથી માસીક ભાડા પટ્ટે અહીંના તાલુકા રાજપુત ક્ષત્રિય સમાજના છાત્રાલય ખાતે અંદાજિત રૂા.ત્રિસેક હજારની રકમ દ્વારા ચાલી રહ્યું છે. ત્યારે એ સવાલ ઉભો થાય કે અહીં અાઠ મહિના અગાઉ નવનિર્માણ પામી ચુકેલ નવા અધતન પોલીસ મથકનું હજુ સુધી કેમ લોકાર્પણ કરવામાં આવ્યુ નથી ? શું કોઇ આ નવા પોલીસ મથકનું મંત્રીના હસ્તે રીબીન કાપીને ઉદઘાટન કરવા માટેની રાહ જોવાઇ રહી છે કે શું તેવો વેધક સવાલ પણ આ વિસ્તારની પ્રજા કરી રહી છે.

માસિક 30 હજાર મુજબ 7 મહિનાનું બે લાખ ભાડુ ચૂકવાયું હાલમાં જે છાત્રાલયમાં પોલીસ મથક કાર્યરત છે તેનું માસિક ભાડું રૂા.ત્રીસ હજાર છે. નવું પોલીસ મથક બની ગયું છે તેનો કબ્જો પોલીસને અોકટબોર 2020માં આપી દેવાયો છે. અત્યાર સુધી લગભગ સાતેક મહિના થયા. એટલે કે હજી તેનું ઉદઘાટન ન થતાં આ સાત મહિનામાં લગભગ બે લાખ કરતા વધુ રકમ ભાડા પેટે આપવામાં આવી છે.

ઉચ્ચકક્ષાઅેથી સૂચના મળ્યા બાદ કાર્યરત થશે : પીઅેસઅાઇ
અા અંગે દયાપર પોલીસ મથકના પીઅેસઅાઇ અંકુશ ગેહલોત સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ઓક્ટોબર-2020માં નવનિર્માણ પોલીસ સ્ટેશનનો કબ્જો પોલીસને મળી ગયો છે, પણ ઉદ્દઘાટન માટે ઉચ્ચકક્ષાઅેથી રાહ જોવાઇ રહી છે તેમ ઉમેર્યું હતું.

તો નરામાં પોલીસ મથક ચાલે છે પેટા અારોગ્ય કેન્દ્રમાં !
લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરની સાથે જ નરામાં પણ અદ્યતન પોલીસ મથક તૈયાર થઇ ગયું છે, જે પણ પોલીસને સોંપવામાં અાવ્યા બાદ હજુ સુધી અા નવા પોલીસ મથકમાં કાર્યરત થવાના બદલે લાંબા સમયથી અહીંના પેટા અારોગ્ય કેન્દ્રના મકાનમાં પોલીસ સ્ટેશનનો કારભાર ચાલી રહ્યો છે. નરા પોલીસ મથકના પી.અેસ.અાઇ. પરમારે જણાવ્યું હતું કે, અહીંનું જૂનું પોલીસ સ્ટેશન જર્જરીત થયા બાદ અદ્યતન પોલીસ સ્ટેશન બની ગયું છે, જેને લાંબો સમય થઇ ગયો છે તેમ છતાં પણ હાલે નરા પેટા અારોગ્ય કેન્દ્રના મકાનમાં કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...