તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આગામી દિવસોમાં યોજાનારી લખપ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના વધુ એક આગેવાને પક્ષમાં રાજીનામું ધરીને આમ આદમી પાર્ટીને અપનાવી છે તેની સાથે તાલુકા પંચાયતની કપુરાશી બેઠક માટે સંભવત: આજે મંગળવારે આપ તરફથી ફોર્મ પણ ભરશે.
જિલ્લા પંચાયતની બે અને તાલુકા પંચાયતની 16 બેઠકોની ચૂંટણીને લઇને સરહદી પંથકમાં રાજકીય માહોલ ગરમાઇ રહ્યો છે જેને પગલે હવે ‘આયા રામ, ગયા રામ’ શરૂ પણ થઇ ગયું હોય તેમ થોડા દિવસો પહેલાં આરબ જતે કોંગ્રેસને છોડી ભાજપમાં કેસરી ખેસ ધારણ કર્યો હતો. તો સોમવારે કોંગ્રેસના આગેવાન ઝુઝારદાન ગઢવીએ કોંગ્રેસના જિલ્લા પ્રમુખને રાજીનામું ધરીને આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા હતા. આ પગલું લેવાનું કારણ જણાવતાં તેમણે કહ્યું હતું કે, પક્ષમાં આંતરિક ખેંચાણને પગલે આ નિર્ણય લીધો છે. સંભવત: આજે આપ વતી તાલુકા પંચાયતની કપુરાશી બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરશે તેમ તેમણે ઉમેર્યું હતું. કોંગ્રેસ સાથે છેડો ફાડનારા આ આગેવાન કોંગ્રેસના જિલ્લા પ્રવક્તા પી. સી. ગઢવીની નજીક હોવાનું મનાય છે.
બીજી બાજુ આપના તાલુકા પ્રમુખ ઇશા ઇશાક કુંભારે જણાવ્યું હતું કે, તેમની પાર્ટી વતી દયાપર, દોલતપર, કપુરાશી, ઘડુલી અને છેર તાલુકા પંચાયતની બેઠક પર આજે મંગળવારે સમર્થકો સાથે ઉમેદવારો ફોર્મ ભરશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે આમ આદમી પાર્ટીએ પણ ઝૂકાવતાં કેટલીક બેઠક પર ત્રિપાંખીયો જંગ જામે તેવાં એંધાણ વર્તાઇ રહ્યા છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.