તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:લખપત તાલુકામાં તળાવ ઉંડા કરવાના બહાને બેફામ ખનિજ ચોરીનો આક્ષેપ

દયાપરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયતના સદસ્યઅે મુખ્યમંત્રીને કરી રજૂઆત

લખપત તાલુકામાં સુજલામ્ સુફલામ્ યોજના હેઠળ મોટાપાયે ખનિજ ચોરી કરાતી હોવાના અાક્ષેપ સાથે જિલ્લા પંચાયત સદસ્યઅે કંપનીના નામજોગ મુખ્યમંત્રીને રજૂઅાત કરી છે. તાલુકામાં અેમ.કે.કન્ટ્રક્શન કંપનીને 34 જેટલા તળાવો ઉંડા કરવાનું કામ સોંપાયું છે, જેમાં કરણપર-6, ગુનેરી-8, ઘડુલી-4, ઝારા-4, ઝુમારા-6, નરા-2 અને લખપતમાં 4 વગેરે તળાવો ઉંડા કરી 25,80,000 કયુબિક માટી ઉપાડવાનું કામ અપાયું છે પરંતુ કંપનીઅે પોતાના અંગત સ્વાર્થ માટે માત્રને માત્ર કરણપરમાંથી જ મોટા પ્રમાણમાં માટી ઉપાડી છે અને હજુ સુધી અન્ય કોઇ તળાવો ઉંડા કરાયા નથી.

કરણપરમાં સ.નં.5,27,28,32,33માંથી માટી ઉપાડવાનું કામ અપાયું છે, જે પૈકી માત્ર સ.નં.5 અને 27માંથી જ માટી ઉપાડવામાં અાવી છે અને બાકીના સરવે નંબર વાળી જમીન ગાૈચર અને સરકારી જમીન છે, જેથી અા જમીન કેવી રીતે કંપનીને અપાઇ તે પણ તપાસનો વિષય છે.

અા અંગે સ્થાનિક ગ્રામપંચાયત કે, તલાટીનો અભિપ્રાય પણ લેવાયો નથી. પોતાના કોન્ટ્રાક કામ માટે જયાંથી નજીક પડે ત્યાંથી જ માટી ઉપાડી કંપનીઅે મોટાપાયે ભ્રષ્ટાચાર અાચરી, ખનિજ ચોરી કરી હોવાના અાક્ષેપ સાથે જિલ્લા પંચાયતના સદસ્ય મીનાબા દેશુભા જાડેજાઅે મુખ્યમંત્રી, કચ્છ કલેક્ટરને લેખિત રજૂઅાત કરી છે. તેમણે અેવો પણ અાક્ષેપ કર્યો છે કે, અા મુદ્દે અગાઉ પણ રજૂઅાત કરાઇ હોવા છતાં કોઇ જ કાર્યવાહી કરાઇ નથી.

લખપત જૂથ ગ્રામ પંચાયતની નોટિસ પણ કંપની ઘોળીને પી ગઇ
લખપત જૂથ ગ્રામપંચાયત હેઠળના લખપત, કાનેર અને કરણપરમાં ચાલતા માટી ઉપાડવા માટે સરકાર દ્વારા અપાયેલા હુકમ, વર્ક અોડર, અા યોજના હેઠળ તળાવો ઉંડા કરવાના હોય છે તેમ છતાં સીમમાં ગાૈચર, સરકારી જમીનમાંથી માટી ઉપાડવા મુદ્દે સરકાર તરફથી કોઇ વર્ક અોડર અપાયો હોય તેની નકલ દિવસ 3માં પૂરી પાડવા લખપત જૂથ ગ્રામપંચાયતે તા.15-5-2021ના અેમ.કે. કન્ટ્રક્શન કંપનીને નોટિસ કરી હતી પરંતુ કંપનીઅે અાજદિન સુધી તેનો જવાબ અાપ્યો ન હોવાનું જિલ્લા પંચાયત સદસ્યઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...