તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નખત્રાણા તાલુકાના રવાપરથી વિગોડી ફાટક વચ્ચે શનિવારે વહેલી સવારે એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો, સદભાગ્યે આ બનાવમાં કોઇ જાનહાની કે મોટી નુકસાની થઇ ન હતી. શનિવારે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં રવાપર તરફ પુરપાટ ઝડપે જીજે 12 એએમ 9788 નંબરની ટ્રક જઇ રહઇી હતી ત્યારે રોડની વચ્ચે ખાડો આવતા ચાલકે અચાનક બ્રેક લગાવી હતી. તો માતાનામઢ તરફથી આવેલી રહેલી અમરેલી-માતાનામઢ રૂટની એસટી બસ નંબર જીજે 18 ઝેડ 3220 ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માતના બનાવમાં બસમાં પ્રવાસ કરેલી રહેલા મુસાફરો તેમજ ડ્રાઇવરને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. બેસની ડ્રાઇવર સાઇડમાં વધુ નુકસાની થઇ હતી. અકસ્માતના પગલે થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો બાદમાં રસ્તો ખુલ્લો થઇ ગયો હતો.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.