તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ઘડુલીમાં દારૂના નશામાં ચુર પોલીસ કર્મી પકડાયો

દયાપર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસમેને મહિલાના ઘરે જઇ પાણી માંગતા ડરીને પોલીસ બોલાવી લીધી

લખપત તાલુકાના ઘડુલી-ધારેશી હાઇવે માર્ગ પર શનિવારે રાત્રીના અરસામાં દારૂના નાશામાં ચકનાચુર બનીને ઝુમી રહેલો પોલીસ જવાન ઝડપી પાડવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. દયાપર પોલીસ મથકે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, ઘડુલીમાં દારૂના નશામાં ચકચુર બનેલો પોલીસ કર્મચારીને દયાપર પોલીસે પકડી તેની સામે ગુનો નોંધ્યો હતો. શનિવારે રાત્રે નવેક વાગ્યાના અરસામાં બનેલા આ બનાવ અંગે દયાપર પોલીસ મથકના પીએસઆઇ અંકુશ ગેહલોતને ગામમાં રહેતા રેખાબા જાડેજા નામની મહિલાએ ફોન કરીને જણાવ્યું હતું કે, થોડીવાર પહેલા એક અજાણ્યો શખ્સ તેમના ઘરે આવ્યો હતો, બે પુત્રીઓ સાથે એકલી રહેલી આ મહિલા ડરી ગઇ હતી ત્યારે આવી ગયેલો આ પોલીસ કર્મચારી પાણીની માગણી કરી હતી.

મહિલા ડીરેન પોલીસની મદદ માંગી હતી, જેથી તરત જ એલઆરડી જવાન અને પોલીસને સ્થળ પર તપાસ કરવા મોકલાયા હતા. ઘડુલી-ધારેશી માર્ગ પર આવેલા પાણીના ટાંકા પાસે દારૂ પીધેલી હાલતમાં પોલીસ જવાન નવીન ગોવિંદ બલીયા ઝડપાયો હતો. પોલીસ કર્મચારી ભુજ હેડકવાર્ટરમાં નોકરી કરે છે અને હાલ ઘડુલી ચેકપોઇન્ટ પર ગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યો છે.

દયાપર પોલીસ મથકમાં આ જવાન સામે પ્રોહિબીશન કલમ તળે ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઇ હતી. પોલીસ કર્મચારી દારૂના નશામાં ચકચુર થઇ પકડાતા ગુનો નોંધાયા બાદ પશ્ચિમ કચ્છ એસપી તરફથી શું પગલા ભરવામાં આવશે તેના પર સૌની મીટ મંડાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો