તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:દયાપરમાં ઝડપાયેલા 9.30 લાખના બેઝઓઇલનો 5 માસે ગુનો નોંધાયો

દયાપરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગેરકાયદેસર સંગ્રહ કરનાર ત્રણ શખ્સ સામે પોલીસે કાર્યવાહી આરંભી

ગત નવેમ્બર 20ના લખપત તાલુકાના દયાપર નજીક જનતાઘર લોજ પાસેથી એસઓજીએ પકડી પાડેલા 9.30 લાખના બેઝઓઇલ જથ્થાના નમુનાનો પરિક્ષણ રિપોર્ટ ફેઇલ આવી જતાં પાંચ માસ બાદ દયાપર પોલીસે રવાપરના જયેન્દ્રસિંહ જેઠુભા ગોહિલ, પાન્ધ્રોના કિશોરસિંહ રાયધણજી મકવાણા, અને બૈયાવાના સુરૂભા સામતજી જાડેજા સહિત ત્રણ શખ્સો સામે આવસ્યક ચીજવસ્તુધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

દયાપરના પીએસઆઇ અંકુશ ગેલોતે જણાવ્યું હતું કે, નવેમ્બર 20ની મોડી રાત્રે જનતાઘર હોટલ સામે ખુલ્લા પ્લોટમાં ટેન્કરથી ડમ્પરમાં બેઝઓઇલ ઠાલવી રહેલ જયેન્દ્રસિંહ જેઠુભા ગોહિલ સહિત ત્રણ શખ્સની અટક કરીને રૂપિયા 9 લાખ 30 હજારની કિંમતના 15.500 લીટર બેઝ ઓઇલનો જથ્થો શક પડતાં મુદામાલ કબજે લેવામાં આવ્યો હતો. પકડાયેલા શખ્સો નજીકમાં આવેલા એસ.એસ.જાડેજા ટ્રાન્પોર્ટ પેઢીમાં નોકરી કરતા હતા.

ટ્રાન્પોર્ટ પેઢીના માલિક સુરૂભા સામતજી જાડેજાની પોલીસે પુછતાછ કરતાં સુરૂભાએ ગાંધીધામ અરીહંત એગ્રો ઇન્ડ નામની પેઢી પાસેથી બેઝ ઓઇલ ખરીદી કરી હોવાના કાયદેસરના બીલો રજુ કર્યા હતા. દરમિયાન જપ્ત કરાયેલા બેઝ ઓઇલના સેમ્પલ એફએસએલમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. જે રિપોર્ટ આવી જતાં તે રિપોર્ટમાં બેઝ ઓઇલ નિયત સરકારી માપદંડ મુજબ નું ન હોવાનું બહાર આવતાં પુરવડા કચેરીને જાણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો