ટેકેદારોમાં ઉત્સાહ:લખપતની 23 પંચાયતોને મળ્યા નવા મુખી ને સભ્યો

દયાપરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દયાપરના મહિલા સરપંચને મળી 852 મતની જંગી લીડ

લખપત તાલુકામાં 21 સરપંચ મળી કુલ 23 ગ્રામપંચાયતો માટે ચૂંટણી યોજાઇ હતી, જેનું પરિણામ જાહેર થતાં નવા સુકાની, સભ્યો મળ્યા હતા. મતપત્રથી ચૂંટણી યોજાઇ હોઇ દયાપર મોડેલ સ્કૂલમાં ત્રણ હોલમાં રાત્રે 9 વાગ્યા સુધી મત ગણતરી ચાલુ રહી હતી. દયાપરના મહિલાઅો વચ્ચેના ત્રિ-પાંખિયા જંગમાં વિજેતા વિજેતાઅે 852 મતની જંગી લીડ મેળવી હતી. શિયોતમાં ગંગારામ અરજણ પટેલ વિજેતા બન્યા હતા અને અમાન્ય સહિત નોટામાં 14 વોટ ગયા હતા. મેઘપરમાં બાજુબાઇ સલીમ જત, અને અમાન્ય 66, નોટામાં 8 મત પડ્યા હતા.

મુધાનમાં સુરતાજી હમીરજી જાડેજા, મિંઢિયારીના ત્રિ-પાંખિયા જંગમાં રમધાન અોસમાણ જત, સુભાષપરમાં રાધા હાજી જત, છેર નાનીના ત્રિ-પાંખિયા જંગમાં ચાંદકોરબા કરશનજી સોઢા, ઘડુલીમાં પૂર્વ સરપંચના પત્ની નીલમબેન નીતિન પટેલ, ધારેશીમાં કમળાબા સજ્જનસિંહ સોઢા તેમજ તાલુકા મથક દયાપરમાં જંગી લીડ સાથે જયાબેન હસમુખભાઇ પટેલ વિજેતા બન્યા હતા અને બે રાઉન્ડના અંતે તેમની જીત નિશ્ચિત થઇ હતી. ભાડરાના ત્રિ-પાંખિયા જંગમાં જનકબા મનુભા જાડેજા વિજેતા બન્યા હતા. જો કે, અમાન્ય સાથે નોટામાં 109 મત પડ્યા હતા.

તાલુકાની મોટી પંચાયતમાં નોટામાં 122 ને 166 અમાન્ય મત જાહેર થયા
લખપત તાલુકાની સાૈથી મોટી ગ્રામપંચાયત પાનધ્રોમાં સરપંચ પદના વિજેતા ઉમેદવાર ભચીબેન ઇશાક રાયમાને 1920 મત, જયારે અંતરબા દાજીભા જાડેજાને 1840 મત મળતાં 120 મતે હાર ખમવી પડી હતી. અા તકે નોટામાં 122 મત તેમજ 166 મત અમાન્ય ઠર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...