તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોમાં રોષ:ગાગોદર બ્રાન્ચ કેનાલમાં ભાંગફોડ : પાણી ચોરી માટે ફતેગઢ પાસે નહેર તોડી પડાઇ

ગાગોદર, ભચાઉએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેનાલમાં 10 દિવસ પહેલા પાણી છોડાયું છતાં ફતેગઢ પાસે ચોરીના લીધે પલાંસવા સુધી પાણી ન પહોંચતા ખેડૂતોમાં રોષ
  • પલાંસવા અને માખેલાના ખેડૂતોઅે સ્થળ પર પહોંચી નર્મદા નિગમના અધિકારીઅોને સાથે રાખી ગાબડું હંગામી ધોરણે બંધ કરાવ્યું

નર્મદાના પાણીના મુદ્દે કચ્છને થયેલા અન્યાયનો સિલસિલો હજુ જારી છે. તેવામાં નર્મદાના મુદ્ે કચ્છમાં હવે તોડફોડ શરૂ થઇ છે. હાલ અેકબાજુ દુકાળના અેંધાણ છે તેની બીજીબાજુ કચ્છની કેનાલમાં માંડ-માંડ પાણી છોડાયા બાદ પણ ગંભીર મામલો પ્રકાશમાં અાવ્યો છે. ગાગોદર બ્રાન્ચ કેનાલમાં ફતેગઢ અને અાડેસર વચ્ચે તોડફોડ કરી ખુલ્લેઅામ પાણી ચોરી કરાઇ રહી છે. અા માથાભારે તત્વો કેનાલનું પાણી નદીમાં વાળી ખેતી અને પીવામાં તેઅો ઉપયોગ કરી રહ્યાં છે.

તેનાથી પણ વધારે ચોંકાવનારી વાત અે છે કે અા પાણી ત્યારબાદ રણમાં વેડફાઇ રહ્યું હોવાનો અાક્ષેપ પલાંસવા અને માખેલના ખેડૂતો કરી રહ્યાં છે ! શુક્રવારે પલાંસવાના ખેડૂતોઅે સ્થળ પર પહોંચી અા ચોરી અંગે નર્મદા નિગમના અધિકારીઅોને પણ બોલાવ્યા હતા. હાલ અેક પતરાની અાડસ મુકી પાણીની ચોરી અટકાવામાં અાવી રહી છે. અા અંગે મળતી વિગતો મુજબ કચ્છમાં ખેડૂતોના પાક પર હાલ ખતરો છે. જોકે રાપરમાં સિંચાઇના પાણીની સુવિધા હોવા છતાં સરકાર સમય સર પાણી ન છોડતા હાલ વિકટ પરિસ્થિતિ ઊભી થઇ છે.

તો બીજીબાજુ કેટલાક ઇસમો લીધે અન્ય ખેડૂતોના પાક સુધી પાણી પહોંચી રહ્યું નથી. ગાગોદર બ્રાન્ચ કેનાલમાં અંદાજે 10 દિવસ પહેલા પાણી છોડવામાં અાવ્યું હતું. પણ અહીં ફતેગઢથી અાડેસર વચ્ચે માથાભારે તત્વોઅે મશીનો વડે કેનાલમાં ગાબડું પાડી પાણીની ચોરી કરાઇ રહી છે. અહીં માથાભારે તત્વોઅે પાણી નદીમાં ડાયવર્ટ કરી ઉપયોગ કરી રહ્યાં છે. વધારાનું પાણી રણમાં વેડફાઇ રહ્યું છે. કેનાલમાં પલાંસવા સુધી હજુ સુધી પાણી પહોંચ્યું નથી. જેના પગલે પલાંસવા અને માખેલના ખેડૂતોમાં રોષ છે.

ગુરૂવારે અા ગામના ખેડૂતો સ્થળ પર પહોંચ્યા હતા. નર્મદા નિગમના અધિકારીઅોને પણ બોલાવામાં અાવ્યા હતા. ત્યારબાદ પલાંસવાના ખેડૂતોઅે ભંગાણ પર પતરાની અાડશ મુકી હતી. અા અંગે પલાંસવાના અગ્રણી ભરત સોલંકીઅે જણાવ્યું હતું કે, ચોરીના લીધે પલાંસવા સુધી પાણી પહોંચ્યું નથી. જેના પગલે ખેતીને નુકસાન થશે. તાત્કાલિક કેનાલમાં પાણીની ચોરી અટકાવી જોઇઅે.

પોલીસ ફરિયાદ નહીં કરાય, નિગમ રીપેરીંગ કરશે : મદદનીશ ઇજનેર
કેનાલમાં થયેલા ભાંગફોડ બાબતે ભચાઉ નર્મદા નિગમના મદદનીશ ઇજનેર અને ગાગોદર સબ બ્રાન્ચના અધિકારી જીતેન્દ્ર માલવી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગાગોદરના તળાવમાં પાણી છોડવા માટે કેનાલ તોડાઈ છે. તે સાથે ખેડૂતો પણ ખેતર- વાડીમાં પાણી છોડવા માટે આ પેટા કેનાલને તોડી છે.

જેને નર્મદા નિગમ દ્વારા પાણી બંધ કરીને રીપેરીંગ કરવામાં આવશે. મદદનીશ ઇજનેરને પૂછવામાં આવ્યું કે નર્મદા નિગમના અધિકારી તરીકે આપના દ્વારા આ ભાંગફોડ કરનાર અને નર્મદાની પેટા કેનાલમાં કેનાલને નુકશાન પહોંચાડનાર તત્વો સામે નિગમ દ્વારા કોઇ પગલા લેવાયા છે કે પોલીસમાં કોઈ ફરિયાદ કરવામાં આવી છે તેના જવાબમાં તેમણે જણાવ્યું કે ના આવું કંઈ નથી થયું પરંતુ કેનાલ રિપેર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...