મનાઈ:ભચાઉની સરકારી હોસ્પિટલમાં રસી લેનારને ફોટો પડાવવાની મનાઈ !

ભચાઉ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રધાનમંત્રી વેક્સિન લઇને ફોટો પડાવે છે પણ ભચાઉમાં યુવાનોઅે તકથી વંચિત
  • અગાઉ ફોટો લેવા બાબતે શિક્ષકો સાથે પણ મગજમારી થઈ હતી

ભચાઉની સરકારી હોસ્પિટલમાં વેક્સિન લેવાના રૂમની બહાર એક બોર્ડ લગાવવામાં આવ્યું છે ‘અહીં ફોટો લેવાની સખત મનાઈ છે’ તેવી સુચના દર્શવાઇ છે. કોરોના વિરોધી આ વેક્સિન ભારતના પ્રત્યેક વ્યક્તિ લે તેવા આશય સાથે દેશના વડાપ્રધાો પણ વેક્સિનેશન સમયે ફોટો પડાવીને પ્રોત્સાહિત કરવાના હેતુથી તે ફોટો સમાચાર માધ્યમો અને સોશિયલ મીડિયા દ્વારા લોકો સમક્ષ મૂકવામાં આવ્યો હતો તેની વિપરીત સ્થાનિકે હોસ્પિટલે બહાર પાડેલો ફતવો ચર્ચાનો મુદ્દો બન્યો છે.

આ બાબતે સરકારી હોસ્પિટલના મુખ્ય તબીબ કે. કુમાર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે અમુક લોકો દ્વારા વેક્સિન આપતા નર્સના ફોટા યોગ્ય રીતે લેવામાં નથી આવતા જેના કારણે અહીં ફરજ બજાવતા અને રસીકરણમાં જતરાયેલા નર્સ બહેનોએ વાંધો ઉઠાવતાં ફોટો લેવાની મનાઇ ફરમાવાઇ છે. અહીં સવાલ એ છે કે હાલની પરિસ્થિતિના કારણે દરેકે મોઢા પર માસ્ક લગાવુ ફરજીયાત છે અને ખાસ વેક્સિનેશન સમયે તો નર્સ બહેનો દ્વારા માસ્ક પહેરવામાં આવે છે જેનાથી ચહેરો ઢાંકયેલ રહે છે. આ સ્થિતિમાં ફોટોમાં ચહેરો ઓળખાવાનો નથી.

આ મુદ્દે ભચાઉ તાલુકા આરોગ્ય અધિકારીનો ચાર્જ સંભાળતા ગાંધીધામના ટી.એચ.ઓ ડો. દિનેશ સુતરીયા સાથે વાતચીત કરવા માટે પ્ર઼યાસ કરાયો હતો પણ તેમનો મોબાઈલ સ્વીચ ઓફ આવી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ હોસ્પિટલમાં ફોટો લેવા બાબતે શિક્ષકો સાથે પણ મગજમારી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...