તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:ભચાઉ, નખત્રાણા અને બિદડામાં 18 વર્ષથી વધુ વયના લોકોને રસીકરણ

ભચાઉ,નખત્રાણા,બિદડા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભચાઉ - Divya Bhaskar
ભચાઉ

નખત્રાણા, ભચાઉ, બિદડા સહિત સમગ્ર કચ્છમાં નિયત કરાયેલા સેન્ટરો પર 18 વર્ષથી વધુ વયના લોકોને રસીકરણ કરાયું હતું. ભચાઉની સરકારી હોસ્પિટલમાં 100 લોકોએ કોરોના વેક્સિન લીધી હતી. ભચાઉ શહેર ભાજપના કાર્યકર્તાઓએ લોકોના ઓનલાઈન ફોર્મ ભરી 100 જેટલા યુવાનોને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તાલુકા હેલ્થ ઓફિસર પ્રજાપતિ, મેડિકલ સ્ટાફ સહયોગી રહ્યો હતો.

બિદડા
બિદડા

માંડવી તાલુકાના બિદડામાં પ્રાથમિક શાળા ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડો. પાશવાન, તલવાણા પ્રા. આરોગ્ય કેન્દ્રના ડો. અમીશીબેનના માર્ગદર્શન હેઠળ સરપંચ સુરેશ સંઘારની ટીમે ગામના 150 લોકોને રસી અપાવી હતી. રસી અપાવતા યુવાનોને શેરડી રસ પાઈને પ્રોત્સાહિત કરાયા હતા.

નખત્રાણા
નખત્રાણા

નખત્રાણા તાલુકાના વિથોણ પી.અેચ.સી.માં સવારે 9 વાગ્યાથી સાંજ સુધી 200 અને નખત્રાણા લોહાણા મહાજનવાડી ખાતે 45 વર્ષથી ઉપરના લોકોને રસી અપાઇ હતી. સામૂહિક અારોગ્ય કેન્દ્ર નખત્રાણા ખાતે રસીકરણ કામગીરી સવારે 9ના બદલે 11 વાગ્યે શરૂ કરાતાં લોકોમાં નારાજગી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો