તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ભચાઉમાં ભાણેજના લગ્ન મુદ્દે બે જુથ હથિયાર સાથે બાખડ્યા, બે જણ ઘાયલ

ભચાઉ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા મુદ્દે ચીરઇના શખ્સે પથ્થર મારી યુવાનને ગંભીર ઇજા પહોંચાડી

ભચાઉના ભટ્ટ પાળિયા વિસ્તારમાં રહેતા 38 વર્ષીય કાન્તિભાઇ દેવરાજભાઇ પરમાર મંડપનું કામ પતાવી ઘરે જઇ રહ્યા હતા ત્યારે રાત્રીના 9 વાગ્યાના અરસામાં લાયબ્રેરી પાસે તેમની ભાણેજના લગ્નનું મનદુ:ખ રાખી પીયુષ હરીભાઇ પરમાર, હરી સાજણ પરમાર, સાભુ સાજણ પરમાર, સુરેશ ખીમજી ચાવડા, અશોક કાન્તિ પરમાર અને જાપાન કાન્તિ પરમારે તેમને રોક્યા હતા અને પીયુષે ધારિયું જમણા ખભા ઉપર મારી ઇજા પહોંચાડી હતી તો બાકીના તમામે ગડદા પાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું.

તો સામે પક્ષે ભટ્ટપાળીયા વિસ્તારમાં જ રહેતા 35 વર્ષીય અશોકભાઇ કાન્તિભાઇ પરમારે જણાવ્યું હતું કે, કાન્તિ દેવરાજ લોંચા, સુરેશ હઘુ કાંઠેચા, વિનોદ દેવરાજ લોંચા, રમેશ રવજી દાફડા, મુકેશ રવજી દાફડા, નવિન રવજી દાફડા, અરવિંદ હમીર દાફડા, મહેન્દ્ર દાફડા, દિનેશ હઘુ કાંઠેચા અને હરેશ હઘુ કાંઠેચાએ હથિયાર સાથે આવી કાન્તિ દેવરાજ લોંચાએ તેમના પેટમાં છરી મારી ઇજા પહોંચાડી હતી બાકીનાએ ધક બુશટનો માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બન્ને પક્ષની ફરિયાદના આધારે 16 વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તો, ભચાઉના વર્ધમાનનગરમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા 29 વર્ષીય ધવલ પ્રભુદાસ કાપડી પુત્ર સાથે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા કામસર ગયા હતા ત્યારે બેંક પાસે જ રૂપિયાની લેતી-દેતીબાબતે હથિયાર સાથે આવેલા મોટી ચીરઇના બલભદ્રસિંહ ઉર્ફે કાનો જાડેજાએ ધવલ કાપડીને રોકી તે ધીરેન ઠક્કર પાસેથી લીધેલા રૂ.1,50,000 હજી કેમ પાછા નથી આપ્યા થી કહેતાં ધવલે રૂપિયા આપી દીધા હોવાનું કહેતાં બલભદ્રએ તે એને કેમ આપ્યા કહી માથાના ભાગે પથ્થર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.ગંભીર રીતે ઘાયલ યુવાનને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાબતે તબીબે પોલીસને જાણ કરતાં પોલીસે નિવેદન લઇ ધવલે નોંધાવેલી ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...