ભચાઉમાં થોડા સમયથી ધોળા દિવસે વાહન ઉઠાંતરી અને મોબાઈલ તસ્કરી તેમજ ખિસ્સાકાતરુઓની પ્રવૃત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં વાહન ઉઠાંતરીના બનાવો ધોળા દિવસે બનવા લાગ્યા છે. ભચાઉ ભવાનીપુર વિસ્તારમાંથી પણ બે દિવસ પૂર્વે શેરીમાં પાર્ક કરેલું એક મોટરસાયકલ ઉઠાવી જવામાં આવ્યું હતું. બે દિવસ પૂર્વે ભચાઉ ભવાનીપુર વિસ્તારમાં પટેલપાર્કમાંથી એક નોકરીયાત વ્યક્તિનું મોટરસાયકલ તેમના ઘર પાસે પાર્ક કરેલ હતું ત્યારે બપોરના સમયે બે યુવાનો આવીને પાર્ક કરેલા મોટરસાયકલને પાઢીને લઈ ગયા હતા.
શહેરના કેટલાક વિસ્તારો મોટરસાયકલ ઉઠાવગીરો માટે સોફ્ટ સાબિત થયા છે. જેમાં રામ વાડી વિસ્તાર, ફૂલવાડી ત્યારબાદ શહેરના પર આ વિસ્તારોમાંથી પણ મોટરસાયકલ ઉપડી રહ્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે ભચાઉ પોલીસ દ્વારા સખત પગલાં લેવામાં આવે તેવુ શહેરના રહેવાસીઓ ઇચ્છી રહ્યા છે. ભચાઉ શહેર અને આજુબાજુના વિસ્તારોમાંથી ઉપડી ગયેલા કેટલાય મોટરસાયકલોની કોઈ ભાળ મળી નથી હાલ ભચાઉ પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી દ્વારા જ્યારે સફળ કામગીરી થઇ રહી છે
ત્યારે શહેરના લોકો પોલીસ અધિકારી પાસેથી અપેક્ષાઓ રાખી રહ્યા છે.ભચાઉમાં થોડા સમયથી મોટરસાયકલ ઉઠાંતરી માં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે જેમાં હવે ધોળા દિવસે પણ ઉઠાવગીરો મોટરસાયકલ ઉઠાવીને જતા રહે છે કારણકે આવા કૃત્ય કરનારને પોલીસનો કોઇપણ જાતનો ડર રહ્યો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.