ભુજ:ભચાઉ મામલતદાર કચેરીમાં સ્થાનિક લોકોના કામ લટક્યાં

ભચાઉ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાપરમાં બધાં કામ થાય છે
  • જ્યારે ભચાઉ કચેરી માત્ર કામદાર પરમિશન પુરતી જ કામગીરી !

કોરોના મહામારીએ વિશ્વભરમાં કાળોકેર વર્તાવ્યો છે. એક પણ શ્રેત્ર તેની અસરથી બાકાત નથી ત્યારે ગુજરાત સરકારે લોકડાઉન 4.0 પછી જાહેર કયું છે કે ગુજરાત સરકારની મોટાભાગની કચેરીઓ 30 ટકા સ્ટાફ સાથે ખુલ્લી રહેશે અને સામાજીક અંતર જાળવી સરકારની મોટાભાગની સેવાઓ ચાલુ કરી દેવાશે. પરંતુ સરકારનું આ પરિપત્ર જાણે ભચાઉની મામલતદાર કચેરીને લાગુ પડતું ન હોય તેમ માત્ર પરપ્રાંતિય મજુરોની વતન વાપસીનાં પાસ બનાવાની કામગીરી તેમજ પુરવઠાને લગતી કામગીરી જ કરવામાં આવે છે.  અન્ય કોઇ પણ કામ ભચાઉ મામલતદાર કચેરીમાં કરવામાં આવતા ન હોવાના આક્ષેપો ઉઠ્યા છે.

ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડશે
હાલે લોકડાઉન 4.0 ચાલી રહયુ છે. એક બાજુ ખેડૂતને પોતાની ઉપનજના ભાવ નથી મળી રહયાં અને બીજી બાજુ ચોમાસાંની સિઝન નજીકમાં જ છે. ત્યારે જો ગામ નમુનાં નં 6, હક પત્રકે પાડવામાં આવતી અલગ અલગ નોધોંની કામગીરી મામલતદાર કચેરીમાં ચાલુ કરવામાં ન આવે તો ખેડૂતોને બેંકોમાંથી આપવામાં આવતું ધીરાણ સમયસર મળી શકશે નહીં. ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. તેવી જ રીતે જમીનનાં સુધારા તથા નવી જમીન શરતના હુકમોની કામગીરી પણ હાલમાં બંધ છે. જો મામલતદાર કચેરી રેવન્યુ કામગીરી તાત્કાલિક શરૂ નહીં કરવામાં આવે તો ખેડુૂતોને મુશ્કેલી પડશે. લોકડાઉન 4.0 પછી  સરકાર હસ્તકની મોટાભાગની કચેરીઓ ચાલુ કરવાની જાહેરાત કરી હતી. અને તે પરીપત્રેને પગલે રાપર મામલતદાર કચેરી સહીતની કચેરીઓએ રેવન્યુ સહિતની મોટાભાગની કામગીરી ચાલુ કરી દીધી છે. પરંતુ ભચાઉ મામલતદાર કચેરીમાં હજુ સુધી ચાલુ કરવામાં આવી નથી. જેથી તાલુકાના ખેડુતો જેઓ નવું પાક ધીરાણ મેળવવાં ઇચ્છી રહીયાં છે. તેમને મુશ્કેલી પડી રહી છે. ભચાઉ મામલતદાર કચેરીમાં માત્ર પરપ્રાંતિય મજુરોની વતન વાપસી માટેનાં પાસ તથા પુરવઠા લગતાં કામ જ કરવામાં આવે છે. 7/12નાં  ઉતારા આપવાની ઇ ધારાની કામગીરી પણ બંધ છે. તેવી ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે. 

તમામ કામગીરી ચાલુ: મામલતદારનો દાવો
આ મુદે મામલતદાર કે.જી.વાછાણીને જણાવ્યું હતું કે, કચેરીમાં પરપ્રાંતિયોને તેમના વતન મુકવાની કામગીરી ઉપરાંત અહીં મેડીકલના કિસ્સામાં આવકના દાખલા કાઢવા, જામીનગીરી, મરણોત્તર નિવેદન, સમાજસુરક્ષામાં 60 જેટલા વિધવા બહેનોના હુકમોને આધારે અરજીઓ કરેલી છે.  સુરજબારી ચેકપોસ્ટ પાર 24 કલાક માટે 3 નાયબ મામલતદાર અને એક તલાટી  હાજર રહે છે.  તે ઉપરાંત ભચાઉ તાલુકા ના 21 સંસ્થાકીય ક્વોરન્ટાઇમાં રહેલા લોકોની કામગીરી પણ ચાલુ છે. ઈ ધરામાં, દાખલા, હુકમી નોંધોના નિકાલની કામગીરી ચાલુ છે. તે ઉપરાંત ખેડૂતોને લગતા પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે છે.

કમર્ચારીઓની ચાની કીટલી પર ટપ્પાટોળી 
ભચાઉ મામલતદાર કચેરી કહેવાં પુરતી ખુલ્લી છે. પરંતુ કોઇ કામગીરી કરવામાં આવતી ન હોવાનાં કારણે કચેરી કર્મચારીઓ પણ આખો દિવસ નવરા ધૂપ હોય છે અને ટાઇપ પાસ કરવા માટે ભચાઉ મામલતદાર કચેરીના પ્રાગણમાં આવેલ ચાની કીટલી પર જાય છે. તેઓ આખો દિવસ ચાની ચુસકી સાથે માવાની મજા લેતાં નજર પડે છે. 

અન્ય સમાચારો પણ છે...