તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાગડમાં વધુ એક હત્યાનો બનાવ:આમરડીમાં વધુ કામ કરાવતા પિતાને પુત્રએ તીક્ષ્ણ હથિયાર વડે રહેંસી નાખ્યા

ભચાઉ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક પિતાની તસવીર - Divya Bhaskar
મૃતક પિતાની તસવીર
  • વહેલી સવારે બનેલી ઘટનામાં સ્થાનિક પોલીસે ભાગી ગયેલા હત્યારા પુત્રને સીમમાંથી દબોચી લીધો

ભચાઉથી 14 કી.મી.દૂર દુધઈ ધોરીમાર્ગ પરના આમરડી ગામે આજે સવારે પોતાની વાડીમાં જ કપાતર પુત્રએ પોતાના પિતાને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નિપજાવવાની ઘટનાએ પંથકમાં ચકચાર મચાવી હતી. જો કે હત્યા કરીને ફરાર થયેલા હત્યારા પુત્રને આમરડી સીમમાંથી દબોચી પણ લીધો હતો.

60 વર્ષીય રતાભાઈ માવાભાઈ ગોઠી આમરડી ગામથી નજીક આવેલી પોતાની વાડીમાં ખેતીકાર્ય કરી પોતાનું રોજગાર ચલાવતા હતા. પાંચ સંતાનના પિતા રોજની જેમ આગલી રાત્રે તેમના સૌથી મોટા પુત્ર 30 વર્ષીય પ્રકાશને વાડી ખાતે જમવાનું આપવા ગયા હતા. જ્યાં તેમને શારીરિક થાક લાગ્યો હોવાની વાતથી તેઓ વાડી પર સુઈ ગયા હતા. દરમ્યાન આજ બુધવારે વહેલી સવારે તેમની હત્યા થઈ ગઈ હોવાની જાણ થઈ હતી.

આ બાબતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે ધસી ગઇ હતી. આધારભૂત સુત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ વાડી પર રહેતો પુત્ર છેલ્લા ઘણા વર્ષોથી માનસિક અસ્વસ્થ હોવાથી વાડી ખાતે જ રહેતો હતો અને ખેતી કાર્યમાં પિતાને મદદરૂપ પણ બનતો હતો. આ ઘટના બાદ તેમનો મોટો પુત્ર પ્રકાશ ગાયબ થતાં આ હત્યા તેણે જ કરી હોવાની શંકા દર્શાવવામાં આવી હતી. પીઆઇ એસ.એન.કરંગીયાએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, જુદી જુદી ટીમ બનાવી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં આમરડીની સીમમાં લપાતા છૂપાતા પ્રકાશને પોલીસે દબોચી લીધો હતો. પ્રાથમિક પુછપરછમાં તેના પિતા તેની પાસે વધુ કામ કરાવતા હોવાની દાઝ રાખી આ હત્યાને તેણે અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીને પકડી લઇ વધુ પુછપરછ હાથ ધરી છે.

લગ્ન અંગે પણ રકઝક થઇ હોવાની ચર્ચા
હતભાગી રતાભાઇના સંતાનમાં બે પુત્રો અને ત્રણ પુત્રીઓ છે. જેમાં એક પરિણીત પુત્ર બેંગોલર ખાતે રહે છે. તો મોટી દિકરીના લગ્ન પણ થઈ ચૂક્યા છે. જ્યારે નાની બે પુત્રી કુંવારી છે. જ્યારે સૌથી મોટો પુત્ર માનસિક અસ્વસ્થ હોવાથી કાયમ વાડી પરજ રહેતો હતો. તેના લગ્ન બહેન સાથે સાટા વેવારે નક્કી થયા હતા. પરંતુ લગ્ન પહેલા તેણે પરણવાની ના કહી દીધી હતી. કદાચ આ બાબતે પણ ચકમક ઝર્યા બાદ તેણે હત્યાને અંજામ આપ્યો હોવાની લોક ચર્ચાઓ પણ ઉઠી હતી.

ચાર દિવસ પહેલાં પણ પિતાને થપ્પડ મારી હોવાની વાતો પણ વહેતી થઇ
મૃતક રતાભાઇ ધાર્મિક વૃતિના હતા તેમનો સૌથી મોટો પુત્ર પ્રકાશ ઘણા સમયથી આ વાડી મધ્યે રહેતો હતો. જાણવા મળતી વિગતો અનુસાર મૃતક પિતા પ્રકાશને રોજ બે ટાઇમ જમવાનું આપવા જતા હતા જેમાં ચાર પાંચ દિવસ પહેલાં પણ કોઇ વાતે બોલાચાલી બાદ હત્યારા પ્રકાશે તેના પિતાને થપ્પડ મારી હોવાની ચર્ચાઓ પણ ગામમાં સંભળાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...