તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શું ખાખી અને ખાદી ને માસ્ક માં છૂટછાટ છે ..?:ભચાઉની શાકભાજી માર્કેટમાં ટોળા વચ્ચે ગયેલા પોલીસકર્મી જ ખુદ માસ્ક ભૂલ્યા

ભચાઉ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય વ્યક્તિનું માસ્ક નાક નીચે ઉતરેલું હોય તો પણ દંડ વસૂલાતો હોય છે

ભચાઉની શાકભાજી માર્કેટમાં આજે સવારના ભાગે એક શાકભાજી વહેચતા યુવાને મગજમારી માં કોઈ કારણોસર મહિલાને હાથના ભાગે ધોકા માર્યા બાદ લોકોની મોટી ભીડ એકઠી થઈ હતી અને પોલીસ ને જાણ કરવામાં આવી હતી. ભચાઉ પોલીસ ને જાણ કરાતા સાંકડી અને ભીડ એકઠી થયેલી શાકભાજી માર્કેટમાં પોલીસની જીપ આવી પહોંચી હતી અને તેમાંથી એક પોલીસ કર્મી મગજમારી કરી રહેલા ટોળા વચ્ચે ધસી ગયા હતા પણ આ પોલીસ કર્મી આટલી ભીડમાં હોવા છતાં માસ્ક પહેરવાની તસ્દી લીધી ન હતી.

સામાન્ય લોકોને નાક નીચે ઉતરેલું માસ્ક હોય તો પણ દંડ ફટાકતી પોલીસના પોતાના જ કર્મચારીઓ માસ્ક ન પહેરે તે વાત સમજાય એવી નથી , શુ઼ ખાખી અને ખાદીને માસ્કની ગાઇડલાઇનમાં છૂટછાટ તો નથી અપાઇને ? ઘટનાસ્થળે પોલીસને જોઇને લોકોમાં માસ્ક પહેરો નો ગણગણાટ પણ થયો હતો અને મોટાભાગના લોકો માસ્ક પહેરયા અને મોઢું ઢાંકયુ હતું

પરંતુ ઝઘડાના ઘટનાસ્થળે આવેલ પોલીસ કર્મચારીને કંઈ મનમાં જ ન હતું અને લોકોની ભીડની વચ્ચે પણ તેઓ માસ્ક પહેર્યા વગર વાતો કરી રહ્યા હતા આબાદ ઝઘડામાં ઘાયલ થયેલ મહિલાને પોતાની પોલીસ જીપમાં અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. લોકો પાસેથી માસ્ક ન પહેર્યુ઼ હોય ત્યારે રૂ.1000 દંડ વસૂલતી પોલીસ આ માસ્ક વગર ભીડમાં ગયેલા પોલીસ કર્મી પાસેથી દંડ વસૂલશે ?

અન્ય સમાચારો પણ છે...