તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
14 વર્ષના વનવાસ બાદ ભગવાન રામ ભરત અયોધ્યા ફર્યા તે સમયે એક મોટો સમુદાય એકત્રિત થયેલો જોતા તેમણે સવાલ કર્યો કે આપ અહીં કેમ એકઠા થયા છો ત્યારે જવાબ એવો મળ્યો કે 14 વર્ષ પહેલા તમે અયોધ્યા છોડતી વેળાએ કહ્યું હતું કે નર અને નારીઓ તમારા ઘરે પર જાવ પરંતુ અમે લોકો નર કે નારીમાં પણ નથી તો ક્યાં જઈએ ? આમ 14 વર્ષ સુધી ભગવાન રામની રાહ જોનારા કિન્નરોને ભગવાન રામે કળીયુગમાં દીક્ષા વૃત્તિ કરી અને પોતાની હાજરી પુરાવા તાળીઓ પાડી ભિક્ષાવૃત્તિ કરવાનો આશીર્વાદ આપ્યા હતા. વાગડના આ સમાજે અયોધ્યામાં નિર્માણ પામનારા રામ મંદિર માટે ભચાઉ ખાતે 51 હજારનું અનુદાન આપ્યું હતું.
કિન્નર સમાજ દ્વારા નીતા દે હીરા દે અને ભચાઉ મઠના પ્રમુખ કોમલ દે તેમજ અહીં વસતા કિન્નરોએ 51 હજાર રૂપિયાનું દાન આપતાં દરેક લોકોએ પોતાની યથા શક્તિ મુજબ અનુદાન આપવુ જોઈએ તેવું કહ્યું હતું. કિન્નર સમાજ દ્વારા ભચાઉના સંઘ અને પરિષદના કાર્યકર્તાઓને સામેથી કહેવડાવ્યું કે અમારે અયોધ્યામાં બનતા ભગવાન રામના મંદિર માટે ફુલ નહિ તો ફુલની પાંખડી સમાન કંઈક અનુદાન આપવું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વાગડના કાર્યવાહ પિયુષ જોશી તેમની સાથે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા ઉપાધ્યક્ષ મહેશ સોની, બજરંગ દળના પ્રમુખ જીજ્ઞેશ સોની, શહેર વી.એચ.પી પ્રમુખ રમેશ જોષી, અલ્પેશભાઈ પ્રજાપતિ, સતાભાઈ રબારી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નગર સંપર્ક પ્રમુખ ધનસુખ સોલંકીએ 51 હજારનો ચેક સ્વીકાર્યો હતો.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.